વડોદરા: શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમા(Election Ward of Vadodara) સમાવિષ્ટ નાગરવાડા વિસ્તારમાં(Nagarwada area of Vadodara) છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ મોડી રાત્રે મહિલા ભાજપના મિહલા કાઉન્સિલરના(Mahila BJP Mihla Councillor) નિવાસ સ્થાને પહોંચી હતી. ત્યાં તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કાઉન્સિલરનો ઘેરાવો કરી ઝાટકણી કાઢી હતી. આ દરમિયાન આજે મહિલાઓનો મોરચો કોર્પોરેટરની આગેવાનીમાં રજૂઆત માટે વોર્ડ કચેરીએ ઘુસી ગયો હતો. વોર્ડ કચેરીને તાળાબંધી કરી હતી.
મહિલાઓ અને ભાજપના કોર્પોરેટર ઉત્તર જુનિયર કચેરીએ પહોંચ્યા - આટલા વર્ષો જૂની પીવાની પાણીની સમસ્યાથી હેરાન થયેલી આ મહિલાઓએ અગાઉ પણ વારંવાર રજૂઆત કરી હતી. આ જ વિસ્તારના સત્તા પક્ષના ચૂંટાઈ આવેલા કોર્પોરેટર ભૂમિકા રાણાની આગેવાનીમાં આ મહિલાઓનો મોરચો કચેરીએ પહોંચી હતી. પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત પણ નહીં સંતોષાતા અધિકારીઓએ સ્થાનિકોનો આક્રોશનો સામનો કરવો પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિસ્તારના ભાજપના જ કોર્પોરેટર ભૂમિકા રાણા પણ આ મહિલાઓ સાથે વોર્ડ નંબર સાત ઉત્તર જુનિયર કચેરીએ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Water crisis in Gujarat : રાજ્યમાં કુલ 206 ડેમમાં હવે કેટલું પાણી ઉપલબ્ધ છે? જાણો પાણીની પળોજણ
મેયર અને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવાની તૈયારી - વારંવારની રજૂઆતો બાદ પણ આ વિસ્તારના નાગરિકોની સમસ્યાનું સમાધાન આવ્યુ નથી. ત્યારે તેમણે પણ અધિકારીઓને વારંવાર ફોન કર્યા હત, પરંતુ તેમના પણ ફોનનો જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. આક્રોશ થયેલી મહિલાઓએ કોર્પોરેટરને રજૂઆતો કરતા કોર્પોરેટરે પણ સમગ્ર સમસ્યાને લઈને મેયર અને મ્યુનિસિપલ કમિશનર(Vadodara Municipal Commissioner) સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. ત્યારે હવે જોવાનું છે કે પીવાના પાણીની આ સમસ્યાનો નિવારણ વોર્ડ નંબર 7ના રહીશોને ક્યારે મળે છે.