- ચાલુ વરસાદમાં બીજાગામની સિમમાં કરવામાં આવી અંતિમ ક્રિયા
- ગામમાં સ્મશાન ન હોવાના કારણે હાલાકીનો સામનો કરવાનો આવ્યો વારો
- ગામલોકો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરાઈ
વડોદરા: કરજણ તાલુકાના પાછીયાપુરા ગામે સ્મશાન ન હોવાથી બીજા ગામે અંતિમ વિધિ માટે જવાનો વારો આવ્યો છે. ગામમાં મરણ થાય તો બાજુમાં આવેલા ગામમાં જઈ અંતિમ વિધિ કરવા લોકો મજબૂર બન્યા છે.
સ્મશાન ગૃહ બનાવવા મંજૂરી મળ્યા છતાં બનાવાયું નથી
ગામમાં સ્મશાનગૃહ ન હોવાથી ભર વરસાદે ભીના લાકડાઓમાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે. ગામમાં સ્માશન ગૃહ બનાવવાની મંજૂરી મળ્યા છતાં બનાવવામાં ન આવતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે અને લોકો બહારના ગામમાં જઇ અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે.
બીજા ગામમાં અંતિમ વિધિ કરવા જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા
વડોદરા કરજણ તાલુકાના પાછીયાપુરા ગામે સ્મશાન ન હોવાથી બીજા ગામમાં અંતિમ વિધિ કરવા જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. ચાલુ વરસાદે અંતિમ ક્રિયા કરતા ગ્રામજનો ચિતા અને લાકડા પલડી ના જાય એ માટે પ્લાસ્ટિકના કંતાન વડે ચિતાને ઢાંકી અંતિમ ક્રિયાની તૈયારી કરતા હતા.
આ પણ વાંચો- ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર
આ પણ વાંચો- ભરૂચ નજીક નર્મદાનું જળ સ્તર વધતા નદીના પાણી સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી પહોંચ્યા