- ચંદ્રનગર સોસાયટીમાં પાડી રેડ
- શિવમ કહાર બુટલેગરની ત્યાં પાડી રેડ
- 1 લાખનો મુદ્દમાલ ઝડપી પાડ્યો
વડોદરા: વાઘોડિયા વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં રહેતો શિવમ કહાર દારૂનો ધંધો કરતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડયા હતા. પોલીસે મકાનમાં તમામ ચીજો તપાસતા ટીવીના શોકેસની પાછળ એક ચોરખાનું મળી આવ્યું હતું.
આ પણ વાંચોઃ મોમાઈમોરા નજીક કારમાંથી 1.12 લાખની કિંમતનો દારૂ ઝડપાયો
રૂપિયા 1 લાખની કિંમતની કુલ 465 નંગ બોટલો કબ્જે કરી
પોલીસે ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો અને બીયરના ટીન મળી રૂપિયા 1 લાખની કિંમતની કુલ 465 નંગ બોટલો કબ્જે કરી હતી તેમજ શિવમ જતિનભાઇ કહારની અટકાયત કરી તેનો મોબાઇલ કબ્જે કરી લીધો હતો.
આ પણ વાંચોઃ જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
પોલીસે બારોટની શોધખોળ હાથ ધરી છે
પ્રાથમિક તપાસમાં બારોટ નામનો સપ્લાયર દારૂનો જથ્થો આપી ગયો હોવાની વિગતો ખૂલતાં, પોલીસે બારોટને પણ વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.