વડોદરા: ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અનેક મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ આ વર્ષે કસ્ટમાઇઝ ગણેશજીની મૂર્તિનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. કસ્ટમાઇઝ મૂર્તિ એટલે ભક્તો ગણેશજીને કેવા સ્વરૂપમાં જોવા માંગે છે, ભક્તોને ગણેશજીમાં કેવા પ્રકારની ડિઝાઇન કરવી છે, કેટલા કદના રાખવા છે આ તમામ બાબતોનું ધ્યાનમાં રાખીને મૂર્તિકાર દ્વારા કસ્ટમાઇઝ ગણેશજીની મૂર્તિ (customized Ganesha Idols) બનાવવામાં આવતી હોય છે.
આ પણ વાંચો વડોદરામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કરવામાં આવી વ્યવસ્થા
કસ્ટમાઇઝ પ્રમાણે મૂર્તિઓ બનાવી આ જ રીતે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા મૂર્તિકાર દક્ષેશ જાનગીડ દ્વારા કસ્ટમાઇઝ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. શહેરમાં એવા ખૂબ જ ઓછા મૂર્તિકાર છે કે, જે આ પ્રકારે મૂર્તિઓ બનાવતા હોય છે. મોટા ભાગના વ્યાપારીઓ મૂર્તિઓને બીજા ગામડાઓ કે શહેરમાં લઈ અને વેચતા હોય છે. પરંતુ શહેરના તરસાલી ખાતે આવેલ આ મૂર્તિકાર જાતે જ ગણેશજીની મૂર્તિ બનાવે છે અને ભક્તોની ઈચ્છા પ્રમાણે તેનો આકાર આપે છે.
છેલ્લા પાંચ વર્ષથી બનાવે છે મૂર્તિ મૂર્તિકાર દક્ષેશ ભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી મૂર્તિ બનાવે છે. હાલમાં તેઓ ગણેશચતુર્થી ને લઇ વિશેષ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. તેઓ મૂર્તિ બનાવતી વખતે ખાસ ભક્તોની જે પ્રકારની ડિમાન્ડ હોય છે, તે પ્રકારની ગણેશજીની મૂર્તિ (types of Ganesha idol) બનાવે છે. ભગવાન ગણેશજીની મૂર્તિ ખાસ ટ્રેન્ડ (customized Ganesha Idols) પ્રમાણે તેઓ હાલમાં બનાવતા હોય છે.
વિવિધ થીમ આધારીત ગણેશજી આ વર્ષે RRR ફિલ્મના હીરોના થીમવાળા ગણેશજી બનાવ્યા છે, સાથે PUBG વાળા ગણેશજી ,શિવજી કી સવારીવાળા ગણેશજી, ચા ની કીટલી જોડે ગણેશજી , પાયરેટ્સ ઓફ કેરેબિયનનું જહાજ ચલાવતા ગણેશજી ,વિષ્ણુ ભગવાનના અવતારમાં ગણેશજી, સારંગપુરના ગણેશજી જેવા અનેક સ્વરૂપોના (theam based ganesh ideols) ગણેશજી બનાવવામાં આવે છે.
આ પણ વાંચો ડેન્ગ્યુથી નેશનલ જુડો ચેમ્પિયન ખેલાડીએ ગુમાવ્યો જીવ, વડોદરાની 19 વર્ષીય સાક્ષી રાવલનું મોત
ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણનું જતન કસ્ટમાઈઝ ગણેશજીની મૂર્તિ (customized Ganesha Idols) ખાસ કાળી ભૂતળા માટીમાંથી બનાવવામાં આવે છે. આ માટે ખાસ રાજકોટ અને ભાવનગરથી માટી મંગાવવામાં આવે છે. હાલમાં તમામ ગણેશજીની મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી (Eco friendly ganesh idol) બનાવવામાં આવેલ છે. આ મૂર્તિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે, વિસર્જન ભક્તો પોતાના ઘરે કરી શકે અને તેને જ ધ્યાનમાં રાખીને આ મૂર્તિઓ બનાવવામાં આવે છે. મૂર્તિનું વિસર્જન કર્યા બાદ માટીને પોતાના ગાર્ડનમાં રહેલા કુંડામાં નાખી ને તે માટેનું સદુપયોગ પણ થઈ શકે છે. ગણેશજીની મૂર્તિના ભાવને લઈને મૂર્તિકારે જણાવ્યું કે, માર્કેટમાં વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો થયો છે ત્યારે આ વર્ષે માટી અને કલરના ભાવમાં પણ વધારો જોવા મળે છે. જેથી ગણેશજીની મૂર્તિના ભાવમાં પણ આંશિક વધારો છે.
ડિમાન્ડ પ્રમાણે ભાવ અને ઊંચાઈ મૂર્તિકારે જણાવ્યું કે, ભક્તોને જે પ્રમાણેની મૂર્તિ જોઈતી હોય એ પ્રમાણેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. અહીં 500 રૂપિયાથી શરૂ કરી હજારો રૂપિયા સુધીની ગણપતિની મૂર્તિઓ આપવામાં આવે છે. હાલમાં આઠ ઇંચ થી લઈ સાડા દસ ફુટ સુધીની ગણેશજીની મૂર્તિઓ (different size of Ganpati ideols) બનાવવામાં આવે છે. આ ઉપરાંત 400થી વધુ ઓડર મળી ચુક્યા છે.