- સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 19 દર્દીઓ નોંધાયા : કુલ આંક 163 પર પહોંચ્યો
- મ્યુકોરમાઈકોસિસના 27 દર્દીઓની સર્જરી કરવામાં આવી
- 16 દર્દીઓના બાયોપ્સી સેમ્પલો લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી અપાયા
વડોદરા: શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે. SSGમાં વધુ 19 દર્દીઓ દાખલ થયા હતા. જેની સામે કુલ 27 દર્દીઓની સર્જરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે એક દર્દીની આંખનું ઓપરેશન કરી આંખ કાઢી નાખવી પડી હતી.
આ પણ વાંચો: વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 12 કેસ નોંધાયા
મ્યુકોરમાઈકોસિસમાં ડાયાબિટીસના દર્દીઓને તકેદારી રાખવાની જરૂર
સયાજી હોસ્પિટલના ENT વિભાગને મ્યુકરમાઈકોસિસના વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે.અત્યાર સુધી એએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 163 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયુ હતું.દિવસ દરમિયાન વધુ 19 દર્દીઓ દાખલ થયા હતા.જેમાં 16 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.આ ઉપરાંત 27 દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સીલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 7 દર્દીઓની જનરલ એનેસ્થેશીયા આપીને અને 20 દર્દીઓની લોકલ એનેસ્થેશીયા આપીને સર્જરી કરાઈ હતી. આ સાથે 1 દર્દીનીની આંખનું ઓપરેશન કરી આંખ કાઢી નાંખવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી નવી સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત
પ્રાથમિક તબક્કામાં મ્યુકોરમાઈકોસિસ ને સારવારથી મટાડી શકાય : ડો.રાહુલ ગુપ્તા
વડોદરા શહેરમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામા વધારો નોંધાયો છે. તેવામા જો દર્દીને પ્રાથમિક તબક્કામાં મ્યુકરમાઈકોસિસની સારવાર આપવામા આવે તો આ રોગને સહેલાઈથી નિવારી શકાય છે. મ્યુકરમાઈકોસિસ અંગે માહિતી આપતો સયાજી હોસ્પિટલના ENT વિભાગના એસો.પ્રોફેસર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે સયાજી હોસ્પિટલમાં રોજના 15 થી 20 નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શરૂઆતમાં કોવિડના દર્દીઓને સ્ટિરોઈડ્રેસ આપવામા આવ્યા હોય અને દર્દીને ડાયાબિટીસનુ પણ પ્રમાણ વધારે હોય તેવા દર્દીઓને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ તેમ જણાવ્યું હતું.