ETV Bharat / city

કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે વડોદરાનું જનસેવા કેન્દ્ર પાંચ દિવસ બંધ રહેશે - vadodara public service center

વડોદરામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. જેના કારણે સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગવાનો ભય ફેલાયો છે. ત્યારે શહેરના નર્મદા ભવનના જન સેવા કેન્દ્રને બંધ કરવામાં આવ્યું હતું. જેને કારણે કામ અર્થે આવતા લોકો અટવાયા હતા.

વડોદરા
વડોદરા
author img

By

Published : Apr 12, 2021, 5:39 PM IST

  • સરકારી કચેરીઓમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય સર્જાયો
  • નર્મદાભવનના જનસેવા કેન્દ્રને બંધ કરવામાં આવ્યું
  • અનેક લોકોને કચેરી બંધ રહેતા મૂશ્કેલી પડી

વડોદરા: શહેર અને જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધવા માંડ્યો છે. જ્યારે સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય સર્જાતા ગત બે દિવસ તેમજ આગામી બે દિવસ સરકારી કચેરીઓમાં રજા છે. ત્યારે નર્મદા ભવનના જનસેવા કેન્દ્ર ખાતે દાખલા કઢાવવા લોકોની ભીડ એકઠી ન થાય તેને ધ્યાનમાં રાખીને કચેરી બંધ રાખવામાં આવી હતી.

જનસેવા કેન્દ્ર

આ પણ વાંચો: અરવલ્લીમાં કોરોનાનો આંક 627 પર પહોંચ્યો, પુરવઠા કચેરી બંધ

મેડિકલ ઈમર્જન્સીને લગતા દાખલા કઢાવવા માટે કામગીરી ચાલુ રહેશે

સરકારી કચેરીઓમાં પણ કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ગત બે દિવસ શનિવાર અને રવિવારની રજા તેમજ સોમવાર અને આગામી બે દિવસ સરકારી કચેરીઓમાં રજા હોવાથી નર્મદાભવનના જનસેવા કેન્દ્રને બંધ કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા જનસેવા કેન્દ્રના મેનેજર ત્રિકમભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા સહિત રાજ્યમાં કોરોના ફેલાયો છે. ત્યારે જનસેવા કેન્દ્રમાં રોજ 500થી 1000 જેટલા લોકો કામ અર્થે આવતા હોય છે. મેડિકલ ઇમર્જન્સી હોઈ તેને લગતા દાખલા કઢાવવા માટે નાગરિકો આવી શકે છે. જ્યારે ઓનલાઈન એપ્લિકેશન પર પણ દાખલો મેળવી શકે છે. ઓનલાઈન અરજી કરશે તો તેનો પણ નિકાલ કરવામાં આવશે અને તેનો જવાબ ઘરબેઠા ટપાલ માધ્યમથી આપવામાં આવશે. જેથી અહીં ભીડ ભેગી ન થાય અને કોરોનાની સાંકળ તૂટે તે માટે જનસેવા કેન્દ્રને બંધ રાખવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.