- વડોદરામાં માતાપુત્રીનું શંકાસ્પદ મોત પોલીસને હત્યાની આશંકા
- શહેરમાં 2 શંકાસ્પદ મોતના બનાવને પગલે અનેક અટકળો તેજ બની
- શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં આ બનાવ બન્યો
- ગઈકાલે રાત્રે 12 વાગ્યે માતાપુત્રી ગરબા રમીને ઘરે આવ્યા પછી બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું
- મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાનો પણ મળી આવ્યા
- પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી
વડોદરાઃ શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા ચંદનપાર્ક સોસાયટીના મકાન નંબર 48માંથી એક મહિલા અને તેની પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને લોકો રાત્રે 12 વાગ્યે ગરબા રમીને ઘરે પરત આવી પછી બંનેનો મૃતદેહ મળ્યો હતો. આ બંનેની હત્યા થઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પોલીસે મૃતક મહિલાના પતિની પણ અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે. જોકે, માતાપુત્રીને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો- સાથે રહેવા બાબતે ઝઘડો થતા સચિને શિવાંશની માતાની કરી હત્યા
મૃતક મહિલાનો પતિ બંનેને હોસ્પિલ લઈ ગયો પણ ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા
આ અંગે મળતી માહિતી અનુસાર, ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીના મકાન નંબર 48માં શોભના તેજસભાઈ પટેલ (ઉં.વ. 36 ) અને તેમની પુત્રી કાવ્યા તેજસભા પટેલ (ઉં. વ. 6) ગરબા રમવા ગયા હતા. ત્યારબાદ રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે પરત આવ્યા હતા. તે પછીથી બંનેની તબિયત બગડી હતી. આથી તેમનો પતિ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે માતાપુત્રીને મૃત જાહેર કર્યાં હતા. માતાપુત્રીના શંકાસ્પદ મોતના કારણે સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચું કારણ બહાર આવશે.
આ પણ વાંચો- શિવાંશની હાજરીમાં સચિને મહેંદીની હત્યા કરી, 3 દિવસ સુધી રસોડામાં સડતો રહ્યો મૃતદેહ
પોલીસને મહિલાના પતિ પર આશંકા
રવિવારે રાત્રે 12 વાગ્યાથી લઈ 2.30 વાગ્યાના ગાળામાં કંઈક અજુગતુ બન્યું હોવાની આશંકા મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન છે અને છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોય તેમ પોલીસ માની રહી છે. રાત્રે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલમાં પતિ લઈ ગયો હતો પણ બંનેના મોત થયા હતા. આમ, રાત્રે 12 વાગ્યાથી લઈ અઢી વાગ્યાના ગાળામાં કંઈક અજુગતુ બન્યું હોવાની પોલીસને આશંકા છે, જેને પગલે પોલીસે પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાનો ભાઈ શૈલેન્દ્ર બારિયા સ્થળ પર પહોંચી ગયો હતો.