- ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓનો ગ્રોથ પહેલા કરતા વધુ થયો છે
- મહિલા પુરુષની સમકક્ષ કામ કરી રહી છે
- આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષોની બરાબરી કરી રહી છે
વડોદરા: આજે વિશ્વમાં એવું કોઈ ક્ષેત્ર નથી, જ્યાં મહિલાઓ કાર્યરત ન હોય આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષોની બરાબરી કરી રહી છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ પણ જણાવ્યું હતું કે, તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને તે રાષ્ટ્ર અને પરિસ્થિતિનું અનુમાન લગાવી શકો છો. કોઈપણ દેશ ખરા અર્થમા વિકસિત ત્યારે થઈ શકે જ્યારે તે દેશની મહિલાઓ વિકસિત હોય. આજના યુગમાં મહિલાઓ પણ અંડર ગ્રેજ્યુએટ અને હાયર શિક્ષણમાં પણ ખૂબ આગળ વધી રહી છે. Etv ભારત દ્વારા ઉચ્ચ અભ્યાસક્રમો નાણાં મહિલાઓને માટે એક વિશેષ અહેવાલ પ્રસારિત કરી રહી છે.
આ પણ વાંચો : ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ
IAS અને IPS જેવા પદો પર પણ મહિલાઓ સ્થાન મેળવી રહી છે
મહિલાઓ પુરુષના સમકક્ષ કામ કરી રહી છે. કોઈ એવું કામ નથી કે જે પુરુષ કરી શકે અને મહિલાઓ ન કરી શકે. શિક્ષણ ક્ષેત્રે પણ મહિલાઓ હાલ આગળ વધી રહી છે અને IAS અને IPS જેવા પદો પર પણ મહિલાઓ સ્થાન મેળવી રહી છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેમાં 14 વધુ અલગ અલગ ફેકલ્ટી આવેલી છે. જેમાં હજારોની સંખ્યામાં દેશ અને વિદેશથી વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યાં છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ત્રણ હોદ્દા પર ડૉ. સંસ્કૃતિ મજમુદાર જો એસોસિયેટ પ્રોફેસર સિવિલ એન્જિનિયરિંગ ઓફ ટેકનોલોજી અને ડાયરેક્ટર institute of climate change રિસર્ચમાં ફરજ નિભાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના ડાયરેક્ટર ઓફ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ શિક્ષણની વાત કરવામાં આવે તો તેમાં મહિલાઓની સંખ્યા 50 ટકાથી વધુ છે. જેમાં 1990માં માત્ર 15થી 20 ટકા હતી. ત્યારે હવે 50 ટકાથી વધુ અંડર ગ્રેજ્યુએટ મહિલાઓની સંખ્યા વધી છે. ઉચ્ચ શિક્ષણની જ વાત કરવામાં આવે તો મેકેનિકલ કેમિકલ જે ડિપાર્ટમેન્ટ છે. તેમાં માત્ર પુરુષો જ બ્રાન્ચમાં એડમિશન લેતા હતા. હવે મહિલા ઓપન આ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લે છે અને સારું એવું પ્લેસમેન્ટ પણ એ લોકોને મળી રહ્યું છે.
મહિલાઓ હાયર શિક્ષણ તરફ આગળ વધી રહી છે
2000ની સાલની જ વાત કરવામાં આવે તો એ વખતે પણ 800 એડમિશનની સામે 200 જેટલી વિદ્યાર્થીનીઓ હતી. હવે 800ની સામે 325થી વધુ વિદ્યાર્થીનીઓ એડમિશન લઈ રહી છે. મહિલાઓ હાયર શિક્ષણ તરફ આગળ વધી રહી છે અને તેમણે એ પણ જણાવ્યું હતું કે, તેઓ એક દર વર્ષે ઇવેન્ટ કરે છે. જે ઇવેન્ટનું નામ વી. આર. પ્રોડફ્યુ તેમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભણતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. તેમાં પણ વિદ્યાર્થીનીઓ 50 ટકાની ઉપર ગોલ્ડ મેડલ લઇ જાય છે.
ઉચ્ચ શિક્ષણ તરફ મહિલાઓમાં જાગૃતા અને તેમના વાલીઓને શ્રેય છે
મહિલાઓ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહી છે. તેમાં તેમના વાલીઓને પણ સિંહફાળો છે. જ્યારે કોઈપણ મહિલા ગ્રેજ્યુએટ થઈ જાય ત્યારે તેનું સેટલ કરવા માટે તેમના પરિવાર દ્વારા લગ્ન કરી લેવામાં આવતા હોય છે. અત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા તેમને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને મહિલાઓમાં સ્વતંત્રના કારણે જે જાગૃતતા આવી છે. તેના કારણે મહિલાઓનો ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહી છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ પણ કહ્યું હતું કે, તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને તે રાષ્ટ્ર અને પરિસ્થિતિનું અનુમાન લગાવી શકો છો. કોરોના સમય પણ જ્યાં મહિલાઓ હોદ્દા પર હતી, ત્યાં કોરોના ઘણી ઓછી માત્રામાં સ્પ્રેડ થયો હતો. મહિલાઓ જેવી રીતે ઘરમાં મેનેજ કરે છે. તેવી જ રીતે એક સારી મેનેજર પણ બની શકે છે. મહિલાઓને મેનેજ કરવા માટે પણ એક ભગવાન દ્વારા ગોડ ગિફ્ટ પણ આપવામાં આવી છે. મહિલાઓ હંમેશા આગળનું વિચારતી હોય છે. આજના યુગમાં મહિલાઓ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહી છે. જેમાં એ લોકોને સારી તકના કારણે તેઓ આગળ આવી રહ્યાં છે. સરકાર દ્વારા મહિલાઓ માટે સારી નોકરીઓની તક પણ આપી રહી છે અને દેશના ઘણી મહિલાઓ સારી IAS ઓફિસર IPS ઓફિસર સહિત અનેક હોદ્દાઓ પર છે.
આ પણ વાંચો : નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા