ETV Bharat / city

M.S યુનિવર્સિટીની વિદ્યાર્થીનીની હત્યા, તળાવમાંથી મૃતદેહ મળ્યો - Vadodara female student

વડોદરા: 3 દિવસ અગાઉ ગુમ થયેલી M.S.યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને પ્લાસ્ટીકમાં લપેટી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

rape and murder news in m s university
વડોદરા
author img

By

Published : Dec 15, 2019, 4:59 PM IST

Updated : Dec 15, 2019, 5:14 PM IST

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં એક ગામમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીની વાણિજ્યક પ્રવાહમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીની ત્રણ દિવસ અગાઉ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઈ હતી. શનિવાર મોડી રાત્રે ચાણસદ નજીકના તળાવમાંથી ગુમ થયેલી આ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીની હત્યા કરી, તેના હાથ પગ બાંધી મૃતદેહને પ્લાસ્ટીકમાં લપેટી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થિની સાથે કોઇ જબજસ્તી થઇ છે કે, કેમ એ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ યુવતી એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. ત્રણ દિવસ પહેલા આ યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. જેથી તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઇ ભાળ ન મળતા, આખરે તના પરિવારે પાદરા પોલીસમાં આ બાબતની જાણ કરી હતી. પોલીસે ગુમ થયેલી વિદ્યાર્થીનીની જાણવાજોગ અરજી સ્વીકારી લીધી હતી, પરંતુ કાર્યવાહીના નામે માત્ર સુકો દિલાસા સિવાય કઈ કર્યું ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જે બાદ શનિવાર મોડી રાત્રે ચાણસદ ગામની બ્લેક હેવન નામની સ્કીમ પાસેના તળાવમાંથી ભારે દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી પ્લાસ્ટિકમાં લપેટેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્લાસ્ટિકને વાયરથી બાંધેલુ હતુ. આ વાયર કાપી પ્લાસ્ટીક ખોલીને જોતા પણ પોલીસ ચોંકી ઉઠી હતી. એમ એસ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની હત્યા કરી, તેના હાથ અને પગ દોરડા વડે બાંધી પ્લાસ્ટિકમાં લપેટી તળાવમાં ફેંકી દીધી હતી. તેમજ યુવતીના માથા અને શરીરીના અન્ય ભાગે ઇજાનાં નિશાન છે. જો કે, કોહવાઈ ગયેલા મૃતદેહને તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:વડોદરા MSUની વિદ્યાર્થિનીની ઠંડા કલેજે હત્યા કરી, લાશને પ્લાસ્ટીકમાં લપેટી ચાણસદના તળાવમાં ફેંકી દીધી

Body:વડોદરા. પાદરાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીની છેલ્લા ત્રણ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. જોકે શનિવારે મોડી રાતે ચાણસદ નજીકના તળાવમાથી ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીની ઠંડા કલેજે હત્યા કરી તેના હાથ પગ બાંધી પ્લાસ્ટીકના મીણીયામાં લપેટી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. વિદ્યાર્થિની સાથે કોઇ જબજસ્તી થઇ છે કેમ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion:ચાણસદ ગામના લીમડીવાળા ફળીયમાં રહેતી 20 વર્ષીય ખુશબુ અશ્વિનભાઇ જાની એમ.એસ.યુનિમાં ટીવાય બી.કોમમાં અભ્યાસ કરતી હતી. ત્રણ દિવસ પહેલા ખુશ્બુ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ખુશ્બુની દરેક જગ્યાએ તેના પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નહતો, જેથી આખરે પરિવારે પાદરા પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે ગુમ થયેલી વિદ્યાર્થિનીની જાણવાજોગ અરજી સ્વીકાર લીધી પરંતુ કાર્યવાહીના નામે મીંડુ, દરમિયાન શનિવાર મોડી ચાણસદ ગામની બ્લેક હેવન નામની સ્કીમ પાસેના તળાવમાંથી ભારે દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી પ્લાસ્ટીકનુ મીણીયું બહાર કાઢ્યું હતું.
પ્લાસીટકનુ મીણીયુ વાયરથી બાંધેલુ હતુ. જેથી વાયર કાપી પ્લાસ્ટીક ખોલીને જોતા પોલીસ ચોંકી ઉઠી હતી. ખુશ્બુની ઠંડા કલેજે હત્યા કરી તેના હાથ અને પગ દોરડા વડે બાંધેલા હતા. તેમજ ખુશ્બુના માથા અને શરીરીના અન્ય ભાગે ઇજા હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે ડી-કંમ્પોઝ થઇ ગયેલા મૃતદેહને તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
Last Updated : Dec 15, 2019, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.