ETV Bharat / city

જવેલર્સમાં લૂંટ કરનાર આરોપીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - પોલીસ સ્ટેશન ન્યૂઝ

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ સ્થિત રાજવી ટાવર માઁ કૃપા જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં UPથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડીને JP રોડ પોલીસને સુપરત કર્યો હતો. JP રોડ પોલીસે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. નામદાર કોર્ટે આરોપી દિપક મિશ્રાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

લૂંટ કરનાર આરોપી
લૂંટ કરનાર આરોપી
author img

By

Published : Mar 3, 2021, 12:04 PM IST

  • માઁ કૃપા જ્વેલર્સમાં લૂંટ કરનાર આરોપી પકડાયો
  • પોલીસે આરોપીઓને કોર્ટમાં કર્યો રજૂ
  • કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વડોદરા: શહેરના ઓલ્ડ પાદરા રોડ પર રાજવી ટાવર માઁ કૃપા જવેલર્સમાં 24 ફેબ્રુઆરીના રોજ ધોળે દિવસે જ્વેલર્સને ત્યાં ગળાના ભાગે ચપ્પુના ઘા મારી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ કરી લુંટારૂં ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે 72 કલાકની અંદર આરોપી દીપક મિશ્રાને તેના વતન UPથી ઝડપી પાડયો હતો.

આરોપીને ગુસ્સો આવતા ચપ્પુના ઘા માર્યા

વડોદરા શહેરના આજવા રોડે લૂંટારૂં દીપક મિશ્રા રહે છે અને સયાજીપુરામાં શાકભાજીનો ધંધો કરે છે. લૂંટારૂં દીપક મિશ્રા માઁ કૃપા જ્વેલર્સના માલિક રાજેશ સોની પાસે થોડા મહિના અગાઉ તેની પત્ની અને બહેનના દાગીના બનાવવા માટે આવ્યો હતો. દાગીનાની કિંમત 1.50 લાખ રૂપિયા હતી. લૂંટારું દીપક મિશ્રાએ થોડાક રૂપિયા આપીને દાગીના લેવાની વાત કરવી હતી જ્યારે સોનીએ દીપક મિશ્રાને ના પાડી દીધી હતી. ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો તે દિવસે અડધો કલાક સુધી રાજેશ સોની સાથે દાગીના મુદ્દે અડધો કલાક સુધી રકઝક કરી હતી. લૂંટારૂં દિપકને ગુસ્સો આવી જતાં સોનીને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દાગીના લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

કોર્ટે બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

લુંટારૂં દીપક મિશ્રા લૂંટની ઘટનાને અંજામ આપી તેની પત્નીને લઈને રાત્રિની ટ્રેને તેના વતન UP રવાના થઈ ગયો હતો અને 18 લાખ 50 હજાર રૂપિયા ત્યાં કોઈ ખેતરમાં દાટી દીધા હોય તેવી પ્રાથમિક માહિતી પોલીસને આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે 72 કલાકની અંદર આરોપીને UPથી ઝડપી પાડીને જે.પી.રોડ પોલીસને હવાલે કર્યો હતો. જે.પી.રોડ પોલીસે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે નામદાર કોર્ટે આરોપી દીપક મિશ્રાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રિમાન્ડના મુખ્ય કારણો

આરોપી દીપક મિશ્રા પાસે મુદ્દામાલ રિકવર કરવાનો બાકી હોવાથી, આરોપી લૂંટનો અંજામ આપ્યા બાદ ક્યાં ગયો હતો અને તેને કોણે આશ્રય આપ્યો હતો, લૂંટની ઘટના અંજામ આપ્યા એ સમયના કપડાં પણ પોલીસને રિકવર કરવાનાં છે અને ચપ્પુ ક્યાંથી લાવ્યો આ બધું રિમાન્ડ દરમિયાન આરોપીના અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.