વડોદરા: રેલવે સ્ટેશના પ્લેટફોર્મ નંબર 6 પાસે રેલવે તંત્ર દ્વારા ગાર્ડ તેમજ લોકો પાઇલોટ માટેની નવી ઓફિસ બનાવવામાં આવી છે. આ ઓફિસનો ઉપરનો માળ ખંડેર હાલતમાં છે. જ્યાં સોમવારની રાત્રીના સમયે એક દસ વર્ષીય કિશોર કોઈ જ્વલંતશીલ પદાર્થથી સળગી રહ્યો હતો. ઓફીસમાંથી ધુમાડો બહાર નીકળતા નજીકમાં રહેલા રીક્ષા ચાલક સહિત પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવી હતી. પરંતુ કિશોર આગમાં ભડથું થઈ ગયો હતો.
વડોદરા રેલવે પોલીસે આ ઘટના ગંભીર સમજ્યા વગર એફ.એસ.એલની મદદ લેવી પણ મુનાસીબ માની ન હતી અને કિશોરનો મૃતદેહ નીચે લાવી હતી. જેથી અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. કિશોરના મૃતદેહને તપાસ્યા વિના પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી અપાયો હતો.
વડોદરા રેલવે સ્ટેશન પર વ્હાઈટ ઈંન્કનો નશો કરતા કિશોર સહિત યુવકોનો જમાવડો જોવા મળતો હોય છે. જે પૈકીનો કોઈ આ કિશોર હોઈ શકે તેમ છે અને આ કિશોર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચાર્ય બાદ તેની હત્યા કરી તેને જ્વલંતશીલ પદાર્થથી સળગાવી દીધો હોવાની શંકાઓ સેવાઇ રહી છે.