ETV Bharat / city

ડભોઈના 93 વર્ષીય વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી - કોરોના

કોરોના જેવી ફેફસાંને ગંભીરપણે અસર કરતી બીમારીમાં ખાસ કરીને વૃદ્ધો માટે વિશેષ સાવચેતીની સલાહ અપાતી રહી છે. વયના કારણે કુદરતી રીતે જ જૈફ વયે બ્લડ પ્રેશર કે હાર્ટ કે એવી મોટી બીમારી સંકળાતી હોય છે. તેવામાં કોરોના જેવી બીમારી વધુ ઘાતક બની જાય છે. આમ છતાં રાજ્યમાં અનેક વૃદ્ધ છે જેમણે કોરોનાને મ્હાત આપી છે. ડભોઈના અરુણાબહેને 93 વર્ષની વયે કોરોનાને મ્હાત આપતાં તબીબી સ્ટાફ સહિત પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

ડભોઈના 93 વર્ષીય વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી

author img

By

Published : Sep 28, 2020, 9:46 PM IST

ડભોઈઃ ડભોઇના શિનોર ચોકડી પાસે આવેલી દેવ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાથી 93 વર્ષીય વૃદ્ધા કોરોનામુક્ત થઈ ઘેર પરત ફર્યાં હતાં. જેને લઈ પરિવારજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.પરિવારજનોએ કોરોના વોરિયર્સ ડોકટર અને તેમની ટીમની પ્રશંસા કરી અભિનંદન આપ્યાં.

સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકો હાલમાં પણ ભયના માહોલમાં જીવી રહ્યાં છે. ત્યારે દર્દીઓની સાજા થવાની સંખ્યામાં વધારો થતાં રાહત પણ મેળવી છે. ડભોઈમાં કોરોના કહેર આજે પણ યથાવત છે ત્યારે આજ સુધીમાં કોરોના 509 ઉપરાંત લોકોને ભરખી ગયો છે. તેવામાં ડભોઇ ખાતે ખાનગી હોસ્પિટલોને કોવિડ સેન્ટરોમાં પરિવર્તિત કરી ડભોઈમાં જ કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે આયોજન કરાયું છે.

ડભોઈના 93 વર્ષીય વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી
ડભોઈના 93 વર્ષીય વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી

ડભોઇમાં શિનોર ચોકડી ખાતે આવેલ દેવ હોસ્પિટલમાં 20 બેડનું કોવિડ સેન્ટર બનાવાયું છે. જ્યાં ડભોઇની કૌમુદી સોસાયટીના 93 વર્ષીય વૃદ્ધા અરુણાબહેનનો તા.20-09-2020ના દિવસે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ગત રોજ તેમને સારવાર બાદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોના વાઇરસ જ્યારે વૃદ્ધો અને બાળકો ઉપર વધુ અસર કરે છેૉ ત્યારે 93 વર્ષીય વૃદ્ધા કોરોનામુક્ત થતાં ડભોઈમાં ખૂબ સારી સારવાર દર્દીઓને મળી રહી હોય તેમ દર્દીના પરિવારજનોનું કહેવું છે. ડભોઇની દેવ હોસ્પિટલમાં હાલ 50 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.જ્યાં નિષ્ણાત તબીબો ડો.રવિ પટેલ, ડો.કમલેશ સુતરીયા સહિત સમગ્ર ટીમ દ્વારા આ દર્દીઓની સારવાર કરાઈ રહી છે. જ્યારે કોરોનામુક્ત થયેલાં 93 વર્ષીય અરુણાબહેન કોરોનાને મ્હાત આપી ઘેર પરત ફરતાં તેમના પરિવારજનોમાં આગવી ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.