ETV Bharat / city

વડોદરા NCCએ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ

વડોદરામાં NCCએ કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં કોરોનાના સંકટ સમયે NCCએ જે યોગદાન આપ્યું છે તેમના માટે આભાર વ્યક્ત કરતા કાર્ડ(Greeting cards) બનાવ્યા હતા.

વડોદરા NCCએ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ
વડોદરા NCCએ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ
author img

By

Published : Jul 11, 2021, 11:51 AM IST

  • કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર
  • NCCએ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી આભાર વ્યક્ત કરતા કાર્ડસને સરહદના મોરચે રવાના કરશે

વડોદરાઃ NCC બટાલિયનના મેજર જનરલ અરવિંદ કપૂર (Arvind Kapoor, Additional Director General, NCC Directorate, Gujarat)તથા બ્રિગેડિયર ડી.એસ.રાવતના પ્રયાસથી એક નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત 'કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર' પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોના સંકટ દરમિયાન NCCએ સંપૂર્ણ ભારતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા NCCના કેડેટ્સ દ્વારા આભાર વ્યકત કરતા કાર્ડ (Greeting cards)બનાવ્યા હતા.

વડોદરા NCCએ કારગીલ મોકલવા બનાવ્યા આભાર કાર્ડ

આ પણ વાંચોઃ Kargil Victory Day નિમિત્તે ગુજરાત NCCના કેડેટ્સ 25,000 શુભેચ્છા કાર્ડ ભારતીય સેનાના વીર જવાનોને પહોંચાડશે

2100 આભાર વ્યકત કરતા કાર્ડ બનાવવામાં આવ્યા છે

કારગિલ વિજય દિવસ 2021(Kargil Victory Day)ની ઉજવણી કરવા માટે 'એક મૈં સો કે લિયે' યોજના("Ek Mein So Ke Liye" campaign) હેઠળ 3 બટાલિયન NCC વડોદરાના કેડેટ્સ દ્વારા 2100 આભાર વ્યકત કરતા કાર્ડ (Greeting cards)બનાવવામાં આવ્યા છે. આ પહેલમાં પાંચ તબક્કા હેઠળ કેડેટ્સ દ્વારા કોરોનાકાળમાં સમાજમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

ભૂતપૂર્વ સૈનિકોને કોરોના પ્રોટોકોલ વિશે માહિતી આપી જાગૃતતા વધારાઇ

કર્નલ પવન કુમાર(Colonel Pawan Kumar) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ તબક્કામાં કેડેટ્સ દ્વારા તેમના સગા-સંબંધી, વૃદ્ધો તથા ભૂતપૂર્વ સૈનિકોને કોરોના પ્રોટોકોલ(Corona Protocol) વિશે માહિતી આપી જાગૃતતા વધારી અને તેમનું મનોબળ વધારવા સાથે આરોગ્ય કાર્યકરોનો સંપર્ક કરી તેમનો આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત, બોર્ડર પર રક્ષણ કરતા સૈનિકોનો કારગીલ વિજય દિવસ(Kargil Victory Day)ના સંદર્ભે આભાર વ્યક્ત કરતા કાર્ડ (Greeting cards)મોકલી અભિવાદન કરવામાં આવશે.

કાર્ડ્સ કુરિયર દ્વારા 26 જુલાઇ સુધીમાં લદાખ સેક્ટરમાં સૈનિકો સુધી પહોંચાડાશે

સમગ્ર ગુજરાતમાંથી 25000 જેટલા આભાર કાર્ડ (Greeting cards)એકઠા કરી 17 જુલાઈ 2021ના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani) દ્વારા કુરિયરથી ઉધમપુર મોકલવામાં આવશે. આ કાર્ડ્સ કુરિયર દ્વારા 26 જુલાઇ સુધીમાં લદાખ સેક્ટરમાં સૈનિકો સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં NCC વોરિયર્સ બન્યા કોરોના વોરિયર્સ, કેડેટ્સે 4500 માસ્ક બનાવી કહ્યુ઼ં ‘અમે પણ કોરોના વોરિયર’

સૈનિકોને આભાર વ્યકત કરવા તેમજ પ્રોત્સાહિત કરવા કાર્ડ મોકલાશે

આભાર કાર્ડ(Greeting cards)ના સર્જક એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાવિક ભાવસાર, પાર્થ ઠાકુર અને સિદ્ધાર્થ પ્રજાપતિએ જણાવ્યું કે, દેશ માટે સતત કાર્યરત રહેતા સૈનિકોને આભાર વ્યકત કરવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે આ કાર્ડ્સ(Greeting cards) મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.