વડોદરા : રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ શરૂ કરેલા તેમને સંલગ્ન વિવિધ કચેરીઓમાં સરપ્રાઈઝ વિઝીટનો સિલસિલો વડોદરામાં યથાવત રહેવા પામ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુર રોકડીયાએ શહેર પોલીસ અને પાલિકા દબાણ શાખાની (Vadodara Pressure Branch) ટીમને સાથે રાખી શહેરના ભરચક- ભીડભાડ વાળા રસ્તા અને ટ્રાફિકથી ધમધમતા ન્યાયમંદિર લહેરીપુરા વિસ્તારમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જ્યાં જાહેર માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનતા ગેરકાયદેસર લારી, પથારાવાળા સહિતના દબાણ ધારકોને કડક (Vadodara Pressure Instruction) સૂચના આપી હતી.
મેયરની સૂચના - આ ઉપરાંત જો નહીં માને તો કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. બીજી તરફ દબાણ શાખા દ્વારા નડતરરૂપ દબાણો હટાવી ત્રણથી વધુ ટેમ્પો ભરી માલ સામાન જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ હટાવો ઝુંબેશમાં મેયર સાથે ડેપ્યુટી મેયર નંદા જોશી, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, વિસ્તારના કોર્પોરેટરો, જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા સહિત પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં દબાણ દુર કરવા ગયેલી મનપાની દબાણખાતાની ટીમ પર હુમલો
સરપ્રાઈઝ વિઝીટ - મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, ન્યાયમંદિરથી ઝુલેલાલ મંદિર તરફના (Pressure Branch NyayMandir Zulelal Area) રસ્તા પર આજે સરપ્રાઈઝ વિઝીટ કરી છે. જે લોકોએ રસ્તા પર દબાણ કરીને પોતાના લારી ગલ્લા પથારા કર્યા છે. એ તમામ લોકોને આજે અહીં સમજાવવા માટે આવ્યા છીએ. આ રસ્તો ખુલ્લો રાખવોએ પાલિકાની જવાબદારી છે અને આ દિશાની અંદર કાર્યવાહી કરાશે. આવી જેટલી પણ જગ્યાઓ હશે એ જગ્યાઓ પર અમારી દબાણની ટીમ પહેલા પહોંચીને સમજાવાનો પ્રયત્ન કરશે. જો વારંવાર સમજાવા પછી પણ જો નથી સાંભળતા તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.
"સર્વેલન્સ અને મોનીટરીંગ કરશે" - મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે શહેરમાં જ્યાં જ્યાં પણ અનઅધિકૃત દબાણો છે. તેને હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. તેના ભાગરૂપે મેયર અને પદાધિકારીઓ અને કોર્પોરેશનની ટીમે સંયુક્ત રીતે પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે. જેટલા પણ દબાણો છે એ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ વખતે આ દબાણ હટાવ્યા પછી પોલીસ અને કોર્પોરેશન તરફથી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પણ બનાવવામાં આવશે. એ લોકો સતત સર્વેલન્સ અને મોનીટરીંગ કરશે.
આ પણ વાંચો : Gandhi Ashram Restoration Project : ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા પોલીસ કાફલા સાથે તંત્ર પહોંચતા હોબાળો
"સમસ્યાનું સમાધાન કરીશું" - જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) દ્વારા જે અનઅધિકૃત દબાણો છે. એને હટાવવાની કામગીરી ચાલુ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને સહયોગ મળે એ માટે પોલીસની ટીમ પણ હાજર છે. સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ બનાવીને અમે આ સમસ્યાનું સમાધાન કરીશું.