વડોદરા: ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (State BJP President CR Patil) બુધવારે અચાનક સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સાંસદ, મેયર સહિત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ આવી પહોંચ્યા હતા. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની જમીન (Land of MS University) બિલ્ડરે પચાવી પાડ્યાના આરોપ મામલે ક્રેડાઈના સભ્યોએ પાટીલને રજૂઆત કરી હતી અને શહેરમાં ઝડપથી ટીપી સ્કીમ પડે, BRTS શરૂ થાય તેવી માગ કરી હતી.
કેતન ઇનામદારે સરપંચ અને સભ્યોને માનદ વેતન મળે તેવી માગને સમર્થન આપ્યું
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (MLA Ketan Inamdar) વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની સરપંચ અને સભ્યોને માનદ વેતન મળે તેવી માગને સમર્થન આપતા આડકતરી રીતે ઈશારો કર્યો હતો કે જો સરપંચ અને સભ્યોને વેતન મળશે તો તેઓ ભ્રષ્ટાચાર નહીં કરે.
નેતાઓએ જિલ્લાના કાર્યાલયની જમીન મામલે વાતચીત કરવા આવ્યા હોવાનું જણાવ્યું
બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીની જમીન બિલ્ડરે પચાવી છે તેવા આરોપ કરનાર RTI એક્ટિવિસ્ટ અને ભાજપના કાર્યકર અરવિંદ સિંધાને સી.આર.પાટીલને (CR Patil Surprise Visit) ન મળવા દેતા તેમણે પણ રોષ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સી.આર.પાટીલ વડોદરા ભાજપના શહેર અને જિલ્લાના કાર્યાલયની જમીન મામલે વાતચીત કરવા આવ્યા હોવાનું નેતાઓ જણાવી રહ્યા છે પરંતુ એમ.એસ.યુનિવર્સિટીની સેનેટ ઇલેક્શનમાં ભાજપની સામે ભાજપની લડાઈની ચર્ચા મુખ્ય વિષય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: sandalwood seized: ડ્રગ્સ બાદ હવે મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 4 કરોડનું રક્ત ચંદન ઝડપી પાડ્યું
આ પણ વાંચો: Export of Covaxin to Countries: ભારત બાયોટેક કંપની 60થી વધુ દેશોને પહોંચાડશે કોવેક્સિન, તૈયારી શરૂ