- રાજ્યનાં સૌથી યુવા ઉમેદવારની ભવ્ય જીત
- વોર્ડ 9માં ભાજપ પેનલનો ભવ્ય વિજય
- શ્રીરંગ આયરે સૌથી વધુ વોટનાં માર્જિનથી જીત્યાં
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે RSPના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે બે મહિલા કોર્પોરેટરો સાથે ભાજપમાં જોડાયા હતા. 3 ટર્મથી વધારે સમય માટે કોર્પોરટર રહી ચૂકેલા તેમજ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કાર્યકર્તાઓને ટિકિટ ન ફાળવવામાં આવી હોવાથી રાજેશ આયરેનાં સ્થાને તેમના 22 વર્ષીય પુત્ર શ્રીરંગ આયરેને ભાજપે ટિકિટ આપી હતી. મંગળવારનાં રોજ મહાનગર પાલિકાનની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. જેમાં શ્રીરંગને કુલ 27,236 મતો મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ ચૂંટણીમાં 20 હજારથી વધુની લીડ સાથે જીતીને શ્રીરંગ આયરે વડોદરાનો સૌથી યુવા કોર્પોરેટર બન્યો છે.