ETV Bharat / city

પૂર આવશે તો પણ પ્રાણીઓને નહીં પડે તકલીફ, ઐતિહાસિક 'ઝૂ'માં કરાઈ વિશેષ વ્યવસ્થા - Heavy Rain in Vododara

વડોદરામાં પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં (Special arrangements at Sayajibagh Zoo) આવી છે. અહીં જો કદાચ પૂરની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે પ્રાણી સંગ્રહાલયનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ (Animal migration arrangements) છે. આ સાથે જ તમામ પ્રાણીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે.

પૂર આવશે તો પણ પ્રાણીઓને નહીં પડે તકલીફ, ઐતિહાસિક ઝૂમાં કરાઈ વિશેષ વ્યવસ્થા

author img

By

Published : Jul 15, 2022, 2:21 PM IST

વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો (Heavy Rain in Vododara) છે. ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી (Special arrangements at Sayajibagh Zoo) છે. ત્યારે હવે અહીં પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ પૂરની સ્થિતિ તેમ જ કટોકટીને પણ પહોંચી વળવા (Animal migration arrangements) તૈયાર છે. જોકે, કાચબા જેવા નાના પ્રાણીઓને પહેલાથી જ ઊંચાઈએ ખસેડવામાં આવ્યા છે. જો જરૂર પડે તો સસલા અને શાહુડીઓને પણ શિફ્ટ કરવાની તૈયારી કરી છે. મહત્વનું છે કે, આ પ્રાણી સંગ્રહાલયમાં 1,100થી વધુ પ્રાણી-પક્ષી રહે છે.

પહેલાથી જ ખોરાકની વ્યવસ્થા

બાળકો માટે ખાસ પર્યટન સ્થળ છે - વરસાદના કારણે પૂરવઠો ન મળવાની સ્થિતિમાં તેમની પાસે પ્રાણીઓ માટે પુરતો ખોરાકનો જથ્થો સંગહ (Food Storage for animals) પણ છે. આ ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 1,100 જેટલા પ્રાણીઓ અને પક્ષીઓ બંને રહે છે. સપ્તાહના અંતે અને રજાઓ દરમિયાન ત્યાં મુલાકાત લેતા લોકો (Visitors of Sayajibagh Zoo) ખાસ કરીને બાળકો માટે આ એક લોકપ્રિય સ્થળ (Visitors of Sayajibagh Zoo) છે. જોકે, ચોમાસામાં વહીવટી તંત્ર પ્રાણીઓની વધારાની કાળજી લે છે. તેમાં તેમને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવા અને ખોરાકનો પૂરતો સંગ્રહ કરવાનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક 'ઝૂ'માં કરાઈ વિશેષ વ્યવસ્થા
ઐતિહાસિક 'ઝૂ'માં કરાઈ વિશેષ વ્યવસ્થા

આ પણ વાંચો-હજી પણ 8 જિલ્લા રેડ એલર્ટ પર, NDRF બચાવ કામગીરી માટે ખડેપગે

ઝૂ ક્યૂરેટરે આપી માહિતી - આ અંગે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યૂએટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, અમારી પાસે પ્રાણીઓ માટે પહેલાથી જ એક એક્શન પ્લાન છે અને જમીન કાચબાને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો જરૂર પડે તો સસલા અને શાહુડીઓને પણ શિફ્ટ કરવાના છીએ. તો જૂના પ્રાણી સંગ્રહાલયની અંદર ઊંચા ઊંચા પ્લેટફોર્મ છે અને નવા પાંજરામાં બનાવવામાં આવ્યા છે. જ્યારે કટોકટીના સમયે પ્રાણીઓ સ્થળાંતર કરી શકે છે. માંસાહારી પ્રાણીઓના નાઈટ હોમ્સ, શાકાહારી પ્રાણીઓ માટે માટીના ટેકરા અને પાંજરાની અંદર પહેલાંથી જ પક્ષીઓ માટે સુરક્ષિત રહેવાની વ્યવસ્થા છે.

બાળકો માટે ખાસ પર્યટન સ્થળ છે
બાળકો માટે ખાસ પર્યટન સ્થળ છે

આ પણ વાંચો- નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

પહેલાથી જ ખોરાકની વ્યવસ્થા - સયાજીબાગ ઝૂના ક્યૂએટરે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉથી આયોજન કરીને અમે પ્રાણીઓ પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરી (Food Storage for animals) લઈએ છીએ. અમે દવાઓ અને એન્ટિબાયોટિક્સનો સંગ્રહ કર્યો છે. સાથે જ પશુચિકિત્સક સાથેના વિસ્તારોને પણ સેનિટાઈઝ કર્યા છે. તો પૂરના કિસ્સામાં ઝડપથી પાણી છોડવા અમે ડ્રેનેજની સફાઈ સમયાંતરે કરાવી લઈએ છીએ. અત્યારે અમારી પાસે ઈમરજન્સી ટીમ પણ છે અને જો ભારે વરસાદ દરમિયાન કોઈ ઈમરજન્સી ઊભી થાય તો અમે આ વ્યવસ્થા માટે તરત જ તૈયાર હોય છે. જોકે, હાલમાં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.