ETV Bharat / city

'ઘરનું ઘર' લેવા નીકળેલા લોકોના સપનાઓને વાગી ઠેસ, PMAYના ફોર્મ વિતરણમાં ભારે ધક્કામુક્કી - આવાસ યોજના

વડોદરા (Vadodara)માં આવેલા રાવપુરા (Raopura) વિસ્તારમાં આવાસ યોજનાની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana)ના ફોર્મ મેળવવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. આ દરમિયાન ભારે ધક્કામુક્કી સર્જાતા અનેક લોકોને ઇજા થઈ હતી. ત્યારબાદ આવાસ યોજનાના ફોર્મનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. ઘરનું સપનુ જોતા અનેક લોકો રડી પડ્યા હતા.

'ઘરનું ઘર' લેવા નીકળેલા લોકોના સપનાઓને વાગી ઠેસ, PMAYના ફોર્મ વિતરણમાં ભારે ધક્કામુક્કી

author img

By

Published : Oct 20, 2021, 6:30 PM IST

  • વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કામુક્કી
  • ભારે ધક્કામુક્કી બાદ રડી પડ્યા લોકો, તંત્ર સામે રોષ
  • કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યા

વડોદરા: ઘરનું સપનુ સાકાર કરવા માટે લોકોને કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરા (Vadodara)માં જોવા મળ્યો. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી સર્જાઈ હતી. અહીં ભારે ભીડ થતા પોલીસ (Vadodara Police) બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈનો જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યું

સાડા પાંચ લાખનું મકાન મેળવવા મધ્યમવર્ગીય પરિવારના લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા હતા. ભારે ધક્કામુકી બાદ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana)ની ઓફિસ આવેલી છે, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ આપવામાં આવી રહ્યાં છે.

EWSના આવાસની નવી સ્કીમ મુકાઈ છે

5 લાખ 50 હજારમા એક રૂમ રસોડાનુ મકાન મેળવવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સાડા પાંચ લાખ રૂપિયામાં મકાન લેવા માટે મંગળવારની રાતથી જ લોકો લાંબી લાઈનો લગાવીને બેઠા છે. એક દિવસની રજા બાદ આજે પણ ફોર્મ મેળવવા ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્યારે લોકોની ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન લોકોમાં ભારે ધક્કામુક્કી થઈ હતી. આ ધક્કામુક્કીમાં લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. અનેક લોકોના જીવ જઈ શકે તેવી સ્થિતિ બની હતી.

'ઘરનું ઘર' લેવા નીકળેલા લોકોના સપનાઓને વાગી ઠેસ

લોકો એકબીજા પર પડ્યા, વસ્તુઓ ચોરાઈ

ધક્કામુક્કીમાં વચ્ચે આવેલા કેટલાક લોકોની તબિયત પણ બગડી હતી અને અનેક લોકોને ઈજા પણ પહોંચી હતી. તો ટોળામાં વિખેરાયેલા અનેક લોકો રડી પડ્યા હતા. ધક્કામુક્કી વખતે લોકો રીતસર એકબીજા પર પડ્યા હતા. આ દરમિયાન અનેક લોકોના પર્સમાંથી વસ્તુઓ ચોરાઈ, તો કેટલાકના મોબાઈલ ચોરાયા હતા. આવાસ યોજનામાં ફોર્મ મેળવવા માટે લોકોએ મોટો હોબાળો કર્યો હતો.

ભારે ભીડે પોલીસને પણ ધક્કે ચડાવી

એક બહેને જણાવ્યું કે, "આખી રાતથી અહી બેસી છું, ધક્કામુક્કીમાં મને કંઈક થઈ જશે તેવુ લાગ્યુ હતું. હું તો લોકોની વચ્ચે દબાઈ ગઈ હતી." ધક્કામુક્કીની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે ફોર્મ વિતરણ કામગીરી બંધ કરાવી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, આગળનો નિર્ણય પછી લેવાશે. હવે વોર્ડ ઓફિસથી જ ફોર્મ વિતરણ થશે. ત્યારે કોર્પોરેશનના આ નિર્ણયથી મોડી રાતથી લાઈનમાં ઉભા રહેલા હજારો લોકો વિલાયેલા મોઢે પરત ફર્યા હતા. આ ઘટનાથી વડોદરા કોર્પોરેશનનો અણધડ વહીવટ સામે આવ્યો હતો.

આ પણ વાંચો: વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને લાંચના ગુનામાં ફિટ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો: વડોદરામાં ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની શી ટીમ એપ્લિકેશન લોન્ચ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.