- CH જ્વેલર્સના જનરલ મેનેજર તથા તેના મિત્રની ધરપકડ
- ભેજાબાજ જનરલ મેનજરે 7 કિલો 853 ગ્રામ સોનાની તબક્કાવર ચોરી કરી હતી
- જ્વેલર્સના માલિકની જાણ બહાર બોગસ ગ્રાહકના નામે ક્રેડિટ એન્ટ્રી પાડી વર્ષ 2014 થી સોનાના સિક્કાઓ ચોરી જતો હતો
વડોદરા: શહેરના સયાજીગંજ (Sayajiganj) વિસ્તારમાં આવેલા CH જ્વેલર્સના જનરલ મેનેજરે દોઢ વર્ષમાં બોગસ ગ્રાહક (Bogus customer) ઉભા કરી બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શો રૂમમાંથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લીધા બાદ પોતાના સાગરીતને વેચી દઈ કૌભાંડ આચર્યું હતું. જેનો પર્દાફાશ થતા પોલીસે (Police) આ મામલાનો ગુનો નોંધી જનરલ મેનેજર સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો: ખાનપુરના બાકોર ગામમાં જાહેરનામા ભંગ બદલ જવેલર્સના માલિકને રૂપિયા 2000નો દંડ
પોલીસે બન્નેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી
CH જ્વેલર્સના માલિક પરેશ સોનીએ સયાજીગંજ (Sayajiganj) પોલીસમાં CH જ્વેલર્સના જનરલ મેનેજર વિરલ નવીનચંદ્ર સોની અને તરજ તુષાર દીવાનજી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના શો રૂમમાં વિરલ સહિત 2 જનરલ મેનેજર (General manager) છે. વિરલને 2011 માં PRO તરીકે નોકરી આપ્યા બાદ 2014માં તેને જનરલ મેનેજર બનાવ્યો હતો. વિરલ સેલ્સ, પરચેઝ તથા સ્ટોકની કામગીરી કરતો હતો. 10 જુલાઇએ તેમના કર્મચારીઓએ તરફથી જાણવા મળ્યું કે, વિરલ સોની એક જ પ્રકારના નામ અને રકમની સ્લિપો લઈ તેમની પાસે આવી બિલ બનાવે છે. સંચાલકે વિરલને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, પૈસાની જરૂર હોવાથી મીત પટેલ, માનવ પટેલ અને માર્મિક પટેલની બોગસ ક્રેડિટ સ્લિપો બનાવી કમ્પ્યૂટરમાં નાખી સોનાના સિક્કા શો રૂમમાંથી મેળવી લેતો હતો. તે પછી કમ્પ્યૂટર હેક કરી પાસવર્ડ ડિલીટ કરતો હતો. તેણે ખોટી કેશ ક્રેડિટ ઊભી કરી પાસવર્ડ દ્વારા સોનાના સિક્કા મેળવી લીધા હતા. તપાસમાં બહાર આવ્યું કે, તેણે દોઢ વર્ષમાં 7853 ગ્રામના 4 કરોડના સિક્કા તેના મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા. તેમણે પોલીસ (Police) માં જાણ કરતાં વિરલ સોની અને તરજ દીવાનજીને ઝડપી બન્નેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં 24 તારીખે સોનાની દુકાને થયેલી લૂંટના આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ
વિરલે ખોટા દસ્તાવેજોથી અંદાજે 4 કરોડ ઉપરાંતના સોનાના સિક્કા મેળવી લીધા હતા
શો રૂમ માલિકે જનરલ મેનેજર (General manager) ને પૂછતાં તેણે જણાવ્યું કે, તેને પુત્રને વિદેશ મોકલવો હોવાથી પૈસાની જરૂર હતી અને ઘરની લોનના હપ્તા ભરવાના હતા. જેથી વધુ પૈસા કમાવા કૌભાંડ આચર્યુ હતું. બોગસ ક્રેડિટ સ્લિપ બનાવી સોનાના સિક્કા મેળવી લઈ તરજને કમિશનથી વેચવા આપતો હતો. પોલીસે વિરલ અને તરજની ધરપકડ કરી હતી. 10 જુલાઇએ શો રૂમના કાઉન્ટરના મહિલા કર્મચારીઓએ માલિકને જણાવ્યું હતું કે, વિરલ સોની એક જ પ્રકારના નામ વાળી અને એક જ પ્રકારની રકમની લઈને અવારનવાર તેમને આપી જાય છે અને બીલો બનાવડાવે છે. જેથી તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો. દોઢ વર્ષમાં વિરલે ખોટા દસ્તાવેજોથી અંદાજે 4 કરોડ ઉપરાંતના સોનાના સિક્કા મેળવી લીધા હતા અને તેના મિત્રને કમિશનથી આપી નાણા મેળવી લીધા હતા. અગાઉ પણ તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની શંકાને આધારે પોલીસે (Police) વધુ તપાસ હાથ ધરી છે.