ETV Bharat / city

વડોદરામાં યુવતીઓની છેડતી કરતા રોમિયો મહિલા પોલીસના સકંજામાં - શિયાબાગ વડોદરા

શિયાબાગ વિસ્તારમાં મીઠીબા હોલ પાસે કેટલાક રોડ સાઇડ રોમિયો પસાર થતી યુવતીઓની પજવણી કરતા મહિલા પોલીસે વેશપલટો કરી યુવતીઓની પજવણી કરતા 4 રોડ રોમિયોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

વડોદરામાં યુવતીઓની છેડતી કરતા રોમિયો મહિલા પોલીસના સકંજામાં

author img

By

Published : Mar 8, 2021, 10:13 AM IST

  • શિયાબાગ વિસ્તારમાં રોડ સાઇડ રોમિયો પસાર થતી યુવતીઓની પજવણી કરતા
  • નવાપુરા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસની શી ટીમે ઝડપી પાડ્યા
  • પોલીસે આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી

વડોદરા: શહેરના શિયાબાગ વિસ્તારમાં મીઠીબા હોલ પાસે કેટલાક રોડ સાઇડ રોમિયો પસાર થતી યુવતીઓની પજવણી કરતા હોવાની માહિતી નવાપુરા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસની શી ટીમને મળી હતી. જેના આધારે મહિલા પોલીસે વેશપલટો કરી યુવતીઓની પજવણી કરતા 4 રોડ રોમિયોને રંગેહાથ ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરી હતી.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

પોલીસે આરોપીઓની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મયુર લાલા કહાર, વિજય સુરેશ કહાર , ગુરુપ્રસાદ પુરુષોત્તમ કહાર અને કરણ ભરત કહાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ 110 અને 117 મુજબ ગુનો નોંધી તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગોંડલ તાલુકાના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ

અશ્લિલ ચેનચાળા કરીને છેડતી

વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથકની સી ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, શિયાબાગ વિસ્તારમાં કેટલાક યુવકો પસાર થતી યુવતીઓ સાથે મજાક-મસ્તી કરીને છેડતી કરે છે, જેથી મહિલા પોલીસની ટીમ રાત્રે 10:30 શિયાબાગ મીઠી બા હોલ પાસેથી સાદા ડ્રેસમાં પગપાળા પસાર થયા હતા, તે સમયે 4 યુવકોએ તેમને જોઈને અશ્લીલ ગીતો ગાઇને અપશબ્દો બોલ્યા હતા અને અશ્લિલ ચેનચાળા કરીને છેડતી કરી હતી. આ દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ વોચમાં હોવાથી તેઓએ ચારેય રોમિયોને ઝડપી પાડ્યા હતા .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.