- ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને વન વિભાગે રેસ્ક્યૂ કર્યું
- 3.5 ફૂટના મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો
- 1 મગર પકડાવનો બાકી, વન વિભાગ દ્વારા પીંજરું મુકવામાં આવ્યું
વડોદરાઃ વરસાદી માહોલની શરૂઆતથી જ રહેણાંક વિસ્તારોમાં વન્ય અને જળચર જીવોએ દેખા દીધી હોવાના અનેક બનાવો સામે આવ્યા હતા. હાલમાં પણ આવા બનાવો યથાવત રહેવા પામ્યા છે. શહેર નજીક આવેલા બિલ ગામ પાસેની વુડ સ્કેપ સોસાયટીના ગેટ પાસેના ખાડામાં બે મગર આવી જતા સોસાયટીના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો.
આ પણ વાંચોઃ વડોદરાના ચાણસદમાં 6 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કરાયું
વનવિભાગના કર્મચારી નીતીનભાઇ પટેલ અને સંસ્થાની ટીમ વુડ સ્કેપ સોસાયટી ખાતે પહોંચી હતી
આ અંગે સોસાયટીના મેહુલભાઈએ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સંચાલક રાજ ભાવસારને સોસાયટીના ગેટ બહાર ખાડામાં મગર આવી ગયો હોવાની વાતથી વાકેફ કર્યા હતા. જેથી તરત જ જીએસપીસીએ સંસ્થાના રાજ ભાવસારે સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ નિધીબેન દવેને આ અંગે જણાવતા વનવિભાગના કર્મચારી નીતીનભાઇ પટેલ અને સંસ્થાની ટીમ વુડ સ્કેપ સોસાયટી ખાતે પહોંચી હતી.
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લામાંથી 6 મગરનું રેસ્ક્યૂ કરાયું,જુઓ વીડિયો
એક મગર પાંજરામાં પૂરાતા સોસાયટીના રહીશોએ રાહત અનુભવી હતી
ગેટ બહારના ખાડાની અંદર તપાસ કરતા મગર જોવા મળ્યો ન હતો. જે બાદ મગરને પકડવા માટે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. દરમિયાન રાત્રીના દસ વાગ્યાની આસપાસ પાંજરામાં 3.5 ફૂટનો એક મગર પુરાઈ ગયો હતો. જેને સાવચેતી પૂર્વક રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક મગરને પકડવાનો બાકી હોવાથી તેને પકડવા માટે ફરીથી ત્યાં પીંજરું મુકવામાં આવ્યું હતું. હાલ એક મગર પાંજરામાં પૂરાતા સોસાયટીના રહીશોએ રાહત અનુભવી હતી.