વડોદરા: શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય માર્ગો પર પડેલા ખાડાઓ(Vadodara Road Situation) પૂરવા માટે માર્ગ અને મકાન વિભાગ(Road and building department) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી(Operation to fill Potholes) શરૂ કરી દેવામાં આવી છે. આ ખાડાઓ પૂરવા માટે પૂરાણની કામગીરી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
6 રાજ્ય ધોરી માર્ગોનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો - રાજ્યના માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય)ના કાર્યપાલક(Building Department Rural Executive) ઇજનેર કમલેશ થોરા તે જણાવ્યું કે, વચ્ચે આવતા પૂલમાં ખતરાના નિશાનથી(Danger marks of Bridge) ઉપર પાણી જવાના કારણે કુલ 6 રાજ્ય ધોરી માર્ગોનો વાહન વ્યવહાર નજીકના સલામત રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. હવે તેમાંથી ત્રણ માર્ગો ઉપર પાણી ઓસરી જતાં આ માર્ગો ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Monsoon Gujarat 2022: ગુજરાતમાં 24 કલાકમાં 14 લોકોના મોત, 40 ગામોમાં વીજળી ગુલ
16 ટીમો માર્ગોમાં પડેલા ખાડાઓ રિપેર કરવા આગળ આવી - આ સાથે તાલુકા દીઠ બે એમ 16 ટીમો માર્ગોમાં પડેલા ખાડાઓ રિપેર કરવા માટે કામે લગાડવામાં આવી છે. આ ટીમમાં એક નાયબ કાર્યપાલક ઇજનેર(Deputy Executive Engineer), બે વિભાગીય અધિકારીનો સમાવેશ થાય છે. તેની સાથે જરૂરત મુજબના શ્રમિકો પણ કામ કરી રહ્યા છે. કોઇ સ્થળે માર્ગની પેરાપીટ ધોવાઇ હોય તો તેનું પણ પૂરાણ કરવામાં(Repair Potholes on Roads) આવી રહ્યું છે. વાહન વ્યવહારને કોઈ મુશ્કેલી ના પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Rain in Chhota Udepur : ભારે વરસાદ કારણે 22 ગામોમાં પૂરની સ્થિતિ
ફરી વાહન વ્યવહાર શરૂ કરાયો - માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલા એ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના કુલ 21 રસ્તાઓ ઉપર ટ્રાફિક બાધિત થયો છે. વાહનચાલકોની સલામતી માટે આ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. હવે, પાણી ધીમે ધીમે ઓછું થતાં માર્ગો ઉપર ફરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ગ્રામીણ વિસ્તારોના માર્ગોમાં પડેલા ખાડાઓ પૂરવા માટે પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.