વડોદરા : SSG હોસ્પિટલમાં કેટલીક વખત ચાલતી લાલીયાવાડીના કિસ્સાઓ (Vadodara SSG Hospital) સામે આવ્યા છે, પરંતુ તેના પરથી તંત્રએ કોઈ બોધપાઠ નહિ લીધો હોવાની પ્રતીતિ કરાવતો વિડીયો સામે આવ્યો છે. આ જોઇને તમે પણ એક વખત વિચારતા થઈ જશો SSG હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં 6 છઠ્ઠા માળે આવેલા રૂમમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અહીં સવારે નિયત સમય અનુસાર ડોક્ટર રાઉન્ડ મારે છે. દર્દીઓને ખબર અંતર કાઢે છે. પરંતુ રાત થતા જ અહીં રખડતા (Dog at Vadodara SSG Hospital) શ્વાન અને બિલાડીઓ રાઉન્ડમાં નિકળે છે.
આ પણ વાંચો : Increase in dog bite cases : કુતરાના ખસીકરણ માટેનો 6 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ ગયો ક્યાં? જૂઓ ચોંકાવતી હકીકત
દર્દીઓના મનમાં ચિંતાનું મોજુ - મધ્ય ગુજરાતની આ હોસ્પિટલમાં ગુજરાતભરમાંથી જ નહિ પરંતુ રાજ્ય બહારથી પણ દર્દીઓ સારવાર (Stray dogs in hospital) માટે આવતા હોય છે, ત્યારે રાત્રીના સમયે હોસ્પિટલમાં રખડતા શ્વાનો બેફામ ફરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. રખડતા શ્વાન જ્યાં જ્યાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યાં જઇને સુંઘે છે એટલું જ નહિ, પણ વારેવારે દર્દીઓની પાસે પહોંચી જાય છે. રાત્રી સમયે કેટલીક વખત એક ખાટલાથી બીજા ખાટલા સુધી આંટાફેરા માર્યા જ કરે આ જોતા જ દર્દીઓના મનમાં (SSG Hospital Controversy) ચિંતાનું મોજું ફરી વળે છે.
આ પણ વાંચો : 5 ધારાસભ્યો નહી પણ કુતરા સુતેલા હતા: આપનું સરવૈયુ કરતી બીજેપી
શ્વાન કરડે તો જવાબદારી કોની - રાત્રે રાઉન્ડમાં નીકળતા રખડતા શ્વાન અને બિલાડી દર્દીઓ પાસેથી રખડીને સીધા જ કચરાપેટી નજીક પહોંચે અને ત્યાં જમવાનું શોધે છે. આમ કરવા જતાં કચરાપેટી પણ ઉંધી પાડી દે છે. તેને કારણે કચરાપેટીમાં મુકેલો કચરો બહાર ઢોળાય છે. તેને કારણે કચરાની દુર્ગંધ આખાય ફ્લોર પર જોવા મળે છે. શ્વાન અને બિલાડીની નિયમીત વિઝીટના કારણે દર્દીઓને જોખમની શક્યતા નકારી શકાય તેમ નથી. જો દર્દીને સારવાર દરમિયાન કોઇ શ્વાન કરડી જાય તો તેની જવાબદારી બે જવાબદાર તંત્ર લેશે ખરૂં ? આવા અનેક સવાલો દર્દીઓના મનમાં ફરી રહ્યા છે. હવે આ મામલે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું.