ETV Bharat / city

લોકડાઉનને કારણે વડોદરાના રામમંદિરમાં સાદગીથી રામનવમીની ઉજવણી કરાઇ - વડોદરા ન્યૂજ

હાલ દેશમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ છે. તે દરમિયાન આજે રામનવમીની ઉજવણી ઉલ્લાસ અને ભક્તોની ભીડ સાથે થવી તે શક્ય નથી. જેથી વડોદરામાં રામમંદિરમાં સાદાઈથી બહુ જ ઓછા ભક્તોએ એકબીજાથી અંતર રાખી રામનવમીની ઉજવણી કરી હતી.

shree ram
shree ram
author img

By

Published : Apr 2, 2020, 8:23 PM IST

વડોદરાઃ ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ દિવસ. ભગવાન શ્રી રામનાં જન્મોત્સવની ભક્તો, સેવકો, શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, આ વર્ષે કોરોના વાઈરસના કારણે વડોદરા શહેરના શ્રી રામ મંદિરોમાં સાદાઈથી ભગવાન શ્રી રામનાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા શહેરના મદનઝાંપા રોડ પર આવેલા શ્રીરામચંદ્ર ભગવાનના મંદિરમાં બપોરે 12 કલાકે ભગવાનની મહાઆરતી કરી મંદિરના મહંત અને ભક્તો દ્વારા રામલલ્લાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. ભાવિ ભક્તોએ પણ કોરોનાં સંક્રમણથી બચવા મોઢા પર સ્કાર્ફ અને માસ્ક પહેરી એકબીજાથી અંતર જાળવી શ્રી રામલલ્લાના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.