વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં નર્સોએ તબીબો તેમજ દર્દીઓને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા.
કોરોના મહામારી વચ્ચે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તબીબો દર્દીઓની સારવાર અર્થે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જેથી તે પોતના પરિવાર સાથે તહેવારો મનાવી શકતા નથી. બીજી તરફ પરિવારથી દૂર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ પણ આ પર્વથી વિહોણા ન રહે, તે માટે નર્સોએ ડૉક્ટર્સ અને દર્દીઓને રાખડી બાંધી હતી.