ETV Bharat / city

આ વખતે ચૂંટણી જીતવામાં અમે કોઈ કસર નહીં છોડીએ કોંગી નેતાનો દાવો - ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા

રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોતે વડોદરાથી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. અહીં તેમણે આ વખતની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની કસર નહીં રહીએ તેવું નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે ભાજપ સરકારના શાસન પર પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. Rajasthan CM Ashok Gehlot Vadodara Visit, Gujarat Congress Observer Ashok Gehlot, Ashok Gehlot attack on BJP

આ વખતે ચૂંટણી જીતવામાં અમે કોઈ કસર નહીં છોડીએ કોંગી નેતાનો દાવોકનેગુજરાત કૉંગ્રેસ નિરીક્ષકને લેવા પહોંચેલા કોંગી નેતાઓની એરપોર્ટ પર નો એન્ટ્રી લેવા પહોંચેલા કોંગી નેતાઓની એરપોર્ટ પર નો એન્ટ્રી
આ વખતે ચૂંટણી જીતવામાં અમે કોઈ કસર નહીં છોડીએ કોંગી નેતાનો દાવો
author img

By

Published : Aug 18, 2022, 2:54 PM IST

Updated : Aug 18, 2022, 3:07 PM IST

વડોદરા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક બન્યા પછી પહેલી વખત ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. મારું બૂથ મારું ગૌરવ (My Booth My Pride) અંતર્ગત તેમણે પ્રવાસની શરૂઆત વડોદરાથી (Rajasthan CM Ashok Gehlot Vadodara Visit) કરી હતી. અહીં તેમણે સયાજીનગર ગૃહ ખાતે મધ્ય ગુજરાતના કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારો સાથે (Central Gujarat Congress Committee Meeting) બેઠક યોજી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વખતે કોઈ કસર નહીં રહી જાય

આ વખતે કોઈ કસર નહીં રહી જાય રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (Rajasthan CM Ashok Gehlot Vadodara Visit) જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં જોરદાર ટક્કર થઈ હતી. આ વખતે પણ અમે કોઈ કસર નહીં રાખીએ. કૉંગ્રેસ સફળ થવા પ્રચાર કરશે. સાથે જ તેમણે સરકાર પર પ્રહાર કરતા 22 વર્ષમાં ગુજરાત શું વિકાસ થયો? તે અંગે સવાલ કર્યો હતો. ગુજરાત મોડેલની વાત કરનારા વડાપ્રધાન બન્યા છે. લોકોને ખબર પડી ગઈ કે, ગુજરાત મોડલ શું છે. ગુજરાત મોડેલની પોલ ખૂલી ગઈ છે. સાથે ગઈકાલે હું ટેકનિકલ ખામીના કારણે પંહોચી ન શક્યો, પરંતુ તે તપાસનો વિષય છે. ગુજરાતમાં કૉંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણી થશે. હું રણનીતિ (Congress strategy for elections) બનાવવા આવ્યો છું.

હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક શહેરના સર સાયજીનગર ગૃહ અકોટા ખાતે મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ (My Booth My Pride) અંતર્ગત વડોદરા શહેર કૉંગ્રેસ સમિતિ સહિત મધ્ય ગુજરાતના જિલ્લા તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં (Central Gujarat Congress Committee Meeting) સભા યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

એરપોર્ટ ઑથોરિટીએ રોક્યા કોંગી નેતાઓને વડોદરા એરપોર્ટ પર રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના આગમન (Rajasthan CM Ashok Gehlot Vadodara Visit) પૂર્વે કૉંગ્રેસ નેતાઓને અંદર જતાં એરપોર્ટ ઑથોરિટીએ રોક્યા હતા. અશોક ગેહલોતને રિસીવ કરવા 15 નેતાઓ અંદર જવા માગતા હતા, પરંતુ એરપોર્ટ ઓથોરિટીને VIP પાસ માટે અરજી આપવા છતાં અંદર જવા નહતા દેવાયા.

આ પણ વાંચો કોંગ્રેસના નેતાએ કરેલ વિવાદિત ટ્વીટને લઈને ગૃહપ્રધાને આપ્યો વળતો જવાબ

સરકાર કરી રહી છે ભેદભાવ આ અંગે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor) નિવેદન આપ્યું હતું કે, અત્યારે VIP પાસ એરપોર્ટ ઓથોરિટી આપતા નથી. કૉંગ્રેસ સાથે એરપોર્ટ ઑથોરિટી દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતા આવે તો રિસીવ કરવા ભાજપના 100 નેતાઓને પાસ આપે છે. સરકાર ભેદભાવ કરી રહી છે. કાયદા અને નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. હાલમાં કૉંગ્રેસના તમામ મોટા નેતાઓ વિરોધમાં એરપોર્ટ બહાર જ ઊભા રહ્યા અંદર કોઈ ન ગયું. જોકે, મુખ્યપ્રધાનના આગમનના થોડા સમય પહેલા નેતાઓને અંદર મોકલાયા હતા.

આ પણ વાંચો કોંગ્રેસમાં ભંગાણ બે દિગ્ગજ નેતાઓએ કેસરીયો પહેર્યો

ગુજરાતમાં ચાલે છે ખોખલો વહીવટ અહીં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ (Gujarat Congress in charge Raghu Sharma) નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખોખલો વહીવટ ચાલી રહ્યો છે. યુવાનોને નોકરી માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં 14 વાર પેપર લીક થયા છે. રસ્તા પર માત્ર ખાડા જ જોવા મળે છે. હાલમાં આરોગ્યલક્ષી સુવિધાનો ખૂબ અભાવ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં અનુસૂચિત જાતિના બાળકના મૃત્યુ પર રાજકારણ થઈ રહ્યું છે. અમારા રાજ્યમાં પેપર લીક થયું ને જરૂરી કાર્યવાહી સમયસર થઈ. જ્યારે ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ લઠ્ઠાકાંડ ગુજરાતમાં થયા છે.

સરકાર EDનો કરે છે ઉપયોગ ગુજરાત કૉંગ્રેસના પ્રભારીએ વધુમાં (Gujarat Congress in charge Raghu Sharma) જણાવ્યું હતું કે, અહીં ગાયોને પાણીના ઈન્જેક્શન અપાયા છે. ભાજપ માત્ર ધારાસભ્યોની ખરીદી કરી અસ્થિર રાજનીતિ કરે છે. જ્યારે સરકાર EDનો ઉપયોગ કરે છે. અહીં તેમણે આમ આદમી પાર્ટીને તેમણે ભાજપની બી ટીમ ગણાવી હતી. રાજ્યમાં માત્ર ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી થશે તેવું પણ જણાવ્યું હતું.

Last Updated : Aug 18, 2022, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.