વડોદરાઃ સમગ્ર રાજયમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આજે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો (People of Vadodara have difficulty in rain) હતો. જોકે, શરૂઆતી વરસાદમાં શહેરના સર્કિટ હાઉસ સામે આવેલો રોડ લોકો માટે માથાનો દુખાવો થયો હતો. અહીં વરસાદી પાણીના કારણે રસ્તો ધોવાઈ જતાં ટૂવ્હીલર વાહનોના ચાલકો રસ્તા પર પડી ગયા હતા. તો કેટલીક મહિલાઓને પણ ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો- અહીં સતત ત્રીજા દિવસે પડી રહ્યો છે અનરાધાર વરસાદ...
રાહદારીઓને વાહન ચલાવવામાં મુશ્કેલી - રાજ્યભરમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની (Rain Forecast of Meteorological Department) આગાહી કરી છે. ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. શહેરના અલકાપુરી વિસ્તારમાં વરસાદ ધીમી ધારે વરસ્યો હતો. એક તરફ વરસાદમાં લોકો ભીંજાયા હતા. બીજી તરફ વરસાદના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે રસ્તો ધોવાઈ જતાં લોકો વાહનમાંથી નીચે પટકાયા હતા. તેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો (Trouble to motorists in Vadodara) જોવા મળ્યા હતા.
![શરૂઆતના જ વરસાદે ખોલી તંત્રની ખોલી પોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15566265_vahanvdr_c_7211059.jpg)
આ પણ વાંચો-ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા
રસ્તો ડાયવર્ટ કરાયો - એક પછી એક અનેક ટૂ વ્હીલર કાબૂ ગુમાવતા વાહનચાલકો રસ્તા ઉપર પડી (Trouble to motorists in Vadodara) ગયા હતા. જોકે, આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિકોએ રસ્તાને ડાયવર્ટ કર્યો હતો અને લોકોને સમજાવવામાં આવતા હતા કે, આગળ બાઈક સ્લીપ (Trouble to motorists in Vadodara) થાય છે. આ ઘટનાની જાણ ટ્રાફિકને થતા ટ્રાફિકના જવાનો પણ દોડી આવ્યા હતા.
![વાહનચાલકો પણ ટપોટપ લપસી પડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15566265_vahanvdr_a_7211059.jpg)