વેપારીઓ દ્વારા કાર્બનથી કેરીઓ પકાવવામાં આવતી હોય છે. જે આરોગ્યને નુકસાનકારક અને કાર્બનથી પકવવામાં આવેલી કેરી રોગોને પણ નોતરી શકે છે,ત્યારે શહેરીજનોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તેને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગેશહેરના ખંડેરાવ માર્કેટ ખાતે કેરી વેંચતા વેપાટીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જોકે આ દરોડા દરમિયાન કાબર્નથી પકાવેલી કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સોમવારના રોજ હાથ ધરેલી કાર્યવાહીમાં આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા કેરીમાં વેપારીઓને ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.