વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આપેલ લોનના નાણાં અને લારીગલ્લા ધારકો પોતાની જ જગ્યા પર ઉભા રહી તે માટે પાલિકા તંત્ર દ્વારા આવનાર દિવસોમાં ક્યુ આર કોડ સિસ્ટમ (QR code campaign )દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આશરે 12 હજાર જેટલા લારી ગલ્લા શહેરમાં આવેલ છે. તે તમામ સરળતાથી પોતાનો વ્યવસાય કરી શકે અને પાલિકા દ્વારા લાગતની રકમમાં થતી કટકી અટકાવવા માટે નવો અભિગમ અપનાવવામાં આવશે. જેનાથી તમામ ધંધાકીય લોકોને ફાયદો થશે. આ સુવિધાથી લારીનું લોકેશન, નામ, સરનામું તમામ માહિતી સાથે મોનીટરીંગ થશે જે ઉપયોગી પુરવાર થશે.
વડોદરા મહાનગરપાલિકાને શું ફાયદા થશે -વડોદરા મહાનગરપાલિકા ક્યુ આર સિસ્ટમ (QR code campaign )અંતર્ગત તમામ લારી ગલ્લાઓનું મોનીટરીંગ કરી શકશે. લારીનું લાઈવ લોકેશન, લારીધારકનું નામ, સરનામું અને કર વસૂલાતમાં ફાયદો થશે. વડોદરા મહાનગરપાલિકા કર્મચારીઓ કર વસૂલાત 1400 પાવતીઓ ફાડે તેની સામે 5 લાખની આવક થતી હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીનાના માધ્યમથી અંદાજીત 9 હજાર લારીના સર્વેમાં અંદાજીત 85 થી 90 લાખ જેટલી આવક સીધી વડોદરા મહાનગરપાલિકાના એકાઉન્ટમાં જમા થશે.જેનો મુખ્ય ઉદ્દેશ માત્રને માત્ર ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાનો છે.
આ પણ વાંચો- ચોમાસાની આફતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF ની બટાલિયન 6 તૈયાર
વડોદરા લારીગલ્લા એસોસિએશન શું કહે છે -વડોદરા લારીગલ્લા એસોસિએેશનના (Vadodara Larigalla Association) પ્રમુખ અરવિંદભાઈએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યૂ આર કોડ (QR code campaign )સિસ્ટમ માધ્યમથી નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. લારીધારકો પોતાના નાણાં ભરવા વોર્ડ ઓફીસમાં લાઈનમાં ઉભા ન રહે સાથે સમય બચશે અને પાવતી ખોવાઈ જવી કે ફાટી જવી તે ન રહેતા ઓનલાઈન એક પુરાવારૂપે સાબિત થશે. ડિજિટલ ભારતમાં સહયોગી થવાનું આ ઉત્તમ પગલું છે. પરંતુ જે વ્યક્તિ ભણેલો નથી તે લોકોને ચોક્કસથી આ સિસ્ટમથી મુશ્કેલી પડશે.
હોકિંગ ઝોન નથી, વિવિધ સુવિધાઓ નથી - વડોદરા મહાનગરપાલિકા વિપક્ષી નેતા અમી રાવતે (Vadodara Municipal Corporation Leader of Opposition Ami Rawat) જણાવ્યું હતું કે વડોદરામાં હોકિંગ ઝોન (Hawking Zone in Vadodara ) હજુ સુધી આઇડેન્ટિફાઈ નથી થયાં. ત્યારે વહીવટી ચાર્જ લેવામાં આવે છે જે દિવસેને દિવસે વધતો ગયો છે. છતાં પણ સુવિધાઓનો અભાવ છે તો કઈ રીતે વહીવટી ચાર્જ લઈ શકાય તેજ મોટો સવાલ છે. સાથે હોકિંગ ઝોનની (QR code campaign )સુવિધાઓ પૂરતી નથી અને આ રીતે લારી ગલ્લાવાળા વેપારીઓને પોતાના હકના પૈસાની ઉઘાડી લૂંટ ચલાવી તે કેટલી યોગ્ય છે. સ્ટેટ વેન્ડર પોલિસી એક્ટનો (State Vendor Policy Act ) ભંગ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો- Beautification of lakes : કરોડોનો ખર્ચો આ માટે કર્યો છે? વડોદરા કોંગ્રેસ કેવી ભડકી જૂઓ
સ્થાયી સમિતિ અધ્યક્ષ શું કહે છે - સ્થાયી સમિતિ અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ (Standing Committee Chairman Hitendra Patel ) જણાવ્યું હતું કે પાલિકાની કયુ આર કોડના (QR code campaign )આધારે શ્રમજીવી લોકોને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. સાથે કર વસૂલાતની રકમ સીધી જ પાલિકાના ખાતામાં જમા થશે અને વેપારીઓનો સમય બચશે. તમામનું મોનીટરીંગ યોગ્ય રીતે થશે જેથી દબાણના પ્રશ્નો કે અન્ય કોઈ લારીચાલક ફૂટપાથ પર આવી જવો જેવા દબાણ થાય તો આ માધ્યમથી આવનાર દિવસોમાં પાલિકાને ખૂબ મોટો ફાયદો થશે.