ETV Bharat / city

દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના પોકળ દાવા : MSU બોઇઝ હોસ્ટેલમાં નશામાં ચૂર વિદ્યાર્થીઓ પકડાયાં

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ફરી એક વખત શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. બોઇઝ હોસ્ટેલના (MSU Boys Hostel ) વિદ્યાર્થીઓ નશામાં ચૂર હાલતમાં મળી આવ્યાં હતાં. સયાજીગંજ પોલીસે (Sayajiganj Police of Vadodara) બન્ને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના પોકળ દાવા : MSU બોઇઝ હોસ્ટેલમાં નશામાં ચૂર વિદ્યાર્થીઓ પકડાયાં
દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના પોકળ દાવા : MSU બોઇઝ હોસ્ટેલમાં નશામાં ચૂર વિદ્યાર્થીઓ પકડાયાં
author img

By

Published : Jul 23, 2022, 9:57 PM IST

વડોદરા- વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ફરી એક વખત શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં (MSU Boys Hostel ) વિદ્યાર્થીઓ નશો કરેલી હાલતમાં(Prohibition case in Maharaja Sayajirao University) મળી આવતા સયાજીગંજ પોલીસે (Sayajiganj Police of Vadodara)બન્ને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. એક તરફ રાજ્ય સરકાર યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે દિવસ રાત એક કરી રહીં છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છૂટથી દારુ મળે (Claim of Strict Liquor Ban ) છે અને પીવાય પણ છે તે વાતને નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ દારૂના નશામાં પિતાએ પુત્ર, પૂત્રવધૂ અને પૌત્રીને રૂમમાં બંધ કરી દીધા, પછી કર્યું એવું કે કોઈએ વિચાર્યું પણ ન હોય

બન્ને વિદ્યાર્થીઓની અટકાયત - વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના લાલબહાદુર શાસ્ત્રી બોઇઝ હોસ્ટેલના(MSU બોઇઝ હોસ્ટેલ ) રૂમ નં-14માં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી સયાજીગંજ પોલીસના (Sayajiganj Police of Vadodara)એ.એસ.આઇને મળી હતી. જેથી તેઓ સ્થળ ઉપર પહોંચતા યુનિવર્સિટીના વિજિલન્સનો સ્ટાફ તેમને મળ્યો હતો. બાતમીના આધારે પોલીસે એલ.બી.એસ હોસ્ટેલના રૂમ નં-14માં પહોંચી તપાસ કરતા આદર્શસિંગ અને વિજય મેરોઠા (MSU Boys Hostel) નામના બે વિદ્યાર્થીઓ દારૂના નશામાં ચૂર હાલતમાં મળી આવ્યાં હતાં. જેથી આ બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ગામે નશામાં ચૂર થયેલા શખ્સ આખું ગામ માથે લીધું

પ્રોહિબીશન હેઠળનો ગુનો નોંધાયો -વડોદરાની સયાજીગંજ પોલીસે (Sayajiganj Police of Vadodara)બન્ને વિરૂદ્ધ પ્રોહિબીશન હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જ્યારે આ બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરી તે સમયે તેઓ સરખી રીતે ચાલી શકે તેવી હાલતમાં પણ ન હતાં.

દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના પોકળ દાવા -રાજ્ય સરકાર અને વડોદરા પોલીસ દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના પોકળ દાવા (Claim of Strict Liquor Ban ) કરી રહીં છે ત્યારે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તો ઠીક પણ હવે એમ.એસ.યુનિ.ના બોઇઝ હોસ્ટેલમાં (MSU Boys Hostel) પણ દારુ પીવાતો હોવાનુ સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.