- વડોદરા સહિત રાજ્યમાં પાવર કટની કોઈ પણ સ્થિતિ ન હોવાની સ્પષ્ટતા
- લોકોને વીજ કટની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
- એમ.ડી તુષાર ભટ્ટે પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી
વડોદરા: રાજ્યમાં પાવર કટ(Power cut )ની કોઈ પણ સ્થિતિ ન હોવાની સ્પષ્ટતા થઈ ગઈ છે. તેમજ લોકોને વીજ કટની અફવા(power cut rumors )ઓ પર ધ્યાન ન આપવા અપીલ પણ કરી છે. ગુજરાતમાં વીજળીની કટોકટીની સ્થિતિ હોવાની ખબરો વચ્ચે આજે મધ્યગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના એમ.ડી તુષાર ભટ્ટે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી, જેમાં MGVCLના વિસ્તારોમાં કોઇ પણ વીજ કટોકટી નથી તેમ જણાવી, એવી પરિસ્થિતિ પણ નહીં ઉદ્દભવે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: પાલીતાણા પાલીકાના કર્મચારીઓ કરે છે વીજળીનો વ્યય, જૂઓ વિડીયો
અફવા પર ધ્યાન ન આપવા અપીલ
હાલ તો લોકોને આવી અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. સાથે જ અઠવાડિયામાં સ્થિતિ વધુ સુધારા પર આવશે તેમ પણ કહ્યું હતું એમડી તુષાર ભટ્ટે વધુમાં કહ્યું કે ખેડૂતોને ખેતીમાં પણ દિવસમાં 30-30 મિનિટ વીજકાપ કરવામાં આવી રહ્યો છે, જે સ્થિતિ પણ અઠવાડિયામાં સુધરી જશે જીસેક પ્લાન્ટ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે.
આ પણ વાંચો: ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાયો, ઉભા પાકને નુકસાન
વધુ 4 પ્લાન્ટ કાર્યરત થશે
જે પ્લાન્ટ શરૂ થતાં જ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. હાલમાં જીસેકના 6 પ્લાન્ટ ચાલે છે, બે થી ત્રણ દિવસમાં વધુ 4 પ્લાન્ટ કાર્યરત થશે. MGVCL ના વિસ્તારોમાં હાલમાં રોજ 1600 મેગાવોટ વીજળીની જરૂર છે, જે અત્યારે મળી પણ રહી છે.