વડોદરા : આગામી નવા શૈક્ષણિક સત્ર દરમિયાન પ્રવેશોત્સવના નામે લાખોના ધુમાડાનું આયોજન કરનાર વડોદરા સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે વડોદરા શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું (Schools of Vadodara Corporation) કરોડો રૂપિયાનું બજેટ મંજૂર થતું હોવા છતાં સ્કૂલોની હાલત દયનીય છે. એ તો ઠીક કહેવાતી સ્માર્ટ સ્કૂલોમાં પુરતા સ્માર્ટ શિક્ષકો નથી. સમિતિની સ્કૂલોમાં (Vadodara Prathmik Shikshan Samiti) આજની તારીખે 180 શિક્ષકોની (Shortage of Government Teachers in Vadodara) ઘટ છે. આ શિક્ષકોની ઘટ કોન્ટ્રાક્ટ હેઠળ લેવામાં આવેલા શિક્ષકો (Poor condition of government education in Vadodara)પૂરી કરી રહ્યા છે. જે શિક્ષકોને પ્રવાસી શિક્ષકોનું રૂપાળું નામ આપવામાં આવ્યું છે.
શિક્ષકોની ઘટ પૂરવાના ઠાગાઠૈયાં - સમિતિમાંથી મળેલી માહિતી મુજબ વડોદરા કોર્પોરેશન સંચાલીત શિક્ષણ સમિતિની (Vadodara Prathmik Shikshan Samiti) 120 સ્કૂલો છે, જેમાં ધોરણ 1 થી 8 માં 34,400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 972 જેટલા શિક્ષકો કાયમી છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જ્યારે 180 જેટલા શિક્ષકોની(Shortage of Government Teachers in Vadodara) ઘટ છે, જે ઘટ પ્રવાસી અને ઉચ્ચક પગાર પર રાખેલા શિક્ષકો (Poor condition of government education in Vadodara)પૂરી કરે છે. મહત્વની વાત છે કે શિક્ષણ સમિતિના શાસકો અને અધિકારીઓ દ્વારા વારંવાર શિક્ષકોની ઘટ પૂરવા કોર્પોરેશન અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આજદિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ વડોદરાના વાલીઓ શા કારણે ફંફોસી રહ્યાં છે ખિસ્સાં જાણો
પૂર્વ સભ્યે આપી આ અંગે પ્રતિક્રિયા -નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયશ્વાલે જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની (Vadodara Prathmik Shikshan Samiti) 120 સ્કૂલોમાંથી 7 સ્કૂલો જર્જરિત છે, જેથી સ્કૂલો ખાલી કરાવી (Poor condition of government education in Vadodara)વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નજીકની શાળામાં મર્જ કરી દેવાયા છે. પણ જર્જરિત સ્કૂલો ઉતારી નવી સ્કૂલો બનાવવામાં આવતી નથી. સમિતિના વહીવટી માટે દરવર્ષે રૂપિયા 170 થી 180 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. જે બજેટની રકમ અણઘડ વહીવટના કારણે પૂરી વપરાતી નથી. પરિણામે બાળકોને સ્કૂલોમાં પુરતી સુવિધાઓ મળતી નથી. સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે વિદ્યાર્થીઓની સંખ્યા ખાનગી સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થીઓની બતાવવામાં આવી રહી છે. પરંતુ, આ સંખ્યા ખાનગી સ્કૂલમાંથી આવેલા બાળકોની નથી. પરંતુ, વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા ગામોની જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓ હોવાનો આક્ષેપ છે.
શિક્ષણ સમિતિની કઈ સ્કૂલો જર્જરિત અને તેમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ? - વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા સવાર અને સાંજ - જગદીશ ચંદ્ર બોઝ પ્રાથમિક શાળા - વાડી - ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા - વાડી - કવિ સુન્દરમ્ કન્યા શાળા સવાર અને સાંજે- ફતેપુરા - વીરબાઈ - સલાટવાડા - ડો બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળા સવાર અને સાંજે - ફતેપુરા |
આ પણ વાંચોઃ સામાન્ય પરિવારમાંથી આવતા બાળકોએ સારું પરિણામ મેળવતાં જ તો શાળાએ કરી નવી જાહેરાત
વિદ્યાર્થી અને શિક્ષકોને અન્ય સ્કૂલોમાં મર્જ કરાયા -આ તમામ સ્કૂલોમાં કુલ 2085 વિદ્યાર્થીઓ અને 60 શિક્ષકોને અન્ય શાળામાં મર્જ કરાયા છે.તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (Vadodara Prathmik Shikshan Samiti) વહીવટ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું બજેટ રૂપિયા 180 કરોડનું મંજૂર કરાયું છે. ગત વર્ષે રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થઈ છે, છતાં એ ગ્રાન્ટનો ઉપયોગ જર્જરિત સ્કૂલ ઉતારી નવી સ્કૂલ બનાવવા (Poor condition of government education in Vadodara) કરવામાં આવ્યો નથી. સ્માર્ટ ક્લાસના બદલે શાળાના શિક્ષકોની કાયમી ભરતી (Shortage of Government Teachers in Vadodara) કરવા મારી માંગ છે. તે સાથે જ નવી સ્કૂલ વહેલીતકે બનાવવા અને સમિતિ દ્વારા બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલો માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ છે.
શિક્ષણાધિકારીની પ્રતિક્રિયા - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણાધિકારી ધર્મેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના ટેસ્ટિંગ દરમ્યાન 7 સ્કૂલોની હાલત ખરાબ હોવાથી બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી આસપાસની એક કિલોમીટરના એરિયામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટ્રાન્સફર કર્યા છે. હાલમાં શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં હાલ તમામ સુવિધાઓ છે,ડિજિટલ વેન પણ શરૂ કરવામાં આવી છે સાથે શિક્ષકોની ઘટને (Shortage of Government Teachers in Vadodara) લઈ હાલમાં વધનો અને આંતરિક બદલીનો કેમ્પ ચાલી રહ્યો છે. તમામ જગ્યાઓ ભરવામાં આવશે અને બાકીની ઘટની જગ્યા પ્રવાસી શિક્ષક દ્વારા પુરી કરી બાળકોને અન્યાય નહીં થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.