- પાદરાના મહિ વોટર પાર્કમાં લોકો પહોચ્યા મજા માણવા
- પોલિસે રિસોર્ટમાં પાડી રેડ
- 3 લોકોની અટકાયત કરવામાં આવી
વડોદરા: જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપતા પાદરા પોલીસે રેડ પાડી હતી જેને પગલે રિસોર્ટમાં આવેલા લોકો ચહેરા છૂપાવીને ભાગતા જોવા મળ્યા હતા.
લોકોમાં દોડધામ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે મહી વોટર રિસોર્ટ આવેલુ છે. આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપવામાં આવી હોવાની માહિતી મળતા પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી રિસોર્ટમાં મજા કરવા આવેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી સાથે સાથે મહી રિપોર્ટના માલિકો પણ દોડતા થઇ ગયા હતા.
આ પણ વાંચો : લુણાવાડા અને કડાણામાં લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો
અગાઉમાં ચર્ચામાં રહ્યું છે રીસોર્ટ
પાદરા પોલીસે રિસોર્ટના 3 લોકોની અટકાયત કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ જાહેરનામા અને સોશિયસ ડિસ્ટન્સિંગ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. દોઢ વર્ષ પહેલા પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલા મહી વોટર રિસોર્ટમાં રાઇડની મજા માણી રહેલા વિદ્યાર્થીનું માથું પોલ સાથે ભટકાતા મોત નીપજ્યું હતું. બીજા કિસ્સામાં રિસોર્ટની બસ જેવી રાઇડમાં મજા માણતા ધોરણ-8માં અભ્યાસ કરતા જીમીલ ગોપાલભાઇ કવૈયા મૃત્યું થયું હતું. જેને લઇને મોટો વિવાદ થયો હતો.
આ પણ વાંચો : અમરેલી જિલ્લાના ભાજપના વધુ એક નેતા બન્યા બેદરકાર, પુત્રના લગ્નમાં ભેગી કરી મોટી ભીડ