ETV Bharat / city

સોખડા તીર્થધામ બની રહ્યું છે કુરુક્ષેત્ર..! 6 સાધુ-સંતોના નિવેદનો બાદ પોલીસે ખંજવાળ્યું માથુ - સોખડામાં હરિધામ સ્વામિનારાયણ મંદિર

સોખડા હરિધામમાંં સંતના આત્મહત્યા (Death Of Gunatit Charan Swami) પ્રકરણને લઈને પોલીસનો કાફલો ખડેપગે તપાસ (Sokhda Haridham Temple in Controversy) કરી રહ્યો છે. ત્યારે પોલીસે તપાસને વધુ વેગ આપતા 6 સાધુઓ અને હરિભક્તોના નિવેદન લીધા પરંતુ સંતોના (Police Investigation in Sokhada Haridham) જવાબો ગળે ઉતરતા નથી.

સોખડા તીર્થધામ બની રહ્યું છે કુરુક્ષેત્ર..! 6 સાધુ-સંતોના નિવેદનો બાદ પોલીસે ખંજવાળ્યું માથુ

author img

By

Published : May 2, 2022, 11:12 AM IST

વડોદરા : સોખડા હરિધામ તીર્થક્ષેત્રમાં ગાદી વિવાદ બાદ હવે સંત ગુણાતીત સ્વામીના મૃત્યુના (Death Of Gunatit Charan Swami) પગલે હરિધામ વિવાદોની એરણે ચડી ગયું છે. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ સોખડા મંદિરને તીર્થક્ષેત્ર બનાવ્યું હતું. પરંતુ બે જૂથોની લડાઈમાં તીર્થક્ષેત્ર હવે કુરુક્ષેત્ર બની રહ્યું છે. તેમાં સંતના આત્મહત્યા પ્રકરણને પગલે સોખડા મંદિરનો સંત (Sokhada Haridham Temple in Controversy) સમુદાય વગોવાઈ રહ્યો છે. પરંતુ ગુનાહિત ઘટનાને ભીનું સંકેલવાની સાજીસ રચાયાની હકીકત બાદ ચર્ચા એ છે કે સાજીસ રચનાર સૂત્રધારો કોણ છે ?

પોલીસ તપાસ
પોલીસ તપાસ

આ પણ વાંચો : Gunatit Swamy suicide case: સ્વામીની આત્મહત્યા મામલે પોલીસે કરી પૂછપરછ, રહસ્ય આવ્યું બહાર

સંતોની કોલ ડિટેલ્સ અને લોકેશન પર પોલીસની નજર - સોખડામાં હરિધામ સ્વામિનારાયણ મંદિરના (Haridham Swaminarayan Temple in Sokhada) સંત ગુણાતીત સ્વામીની આત્મહત્યાને લઈને કરજણ CPI રમેશ રાઠવાએ તપાસને વેગ આપી છ જેટલા સાધુઓનું નિવેદન લીધું હતું. તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનાહિત કૃત્યના મૂળ સુધી મથામણ શરૂ કરી છે. જોકે પોલીસ વિસેરા અને FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ તપાસમાં મંદિરના જવાબદારોની બેદરકારી બહાર આવશે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી પણ કરાશે તેવું જાણવા મળ્યું છે. આત્મહત્યાના નિવેદનોમાં કેટલાક સાધુ-સંતોના નિવેદનો ખૂબ જ ગૂંચવાયેલા લાગી રહ્યા છે.

સોખડા હરિધામમાંં સંતની આત્મહત્યા
સોખડા હરિધામમાંં સંતની આત્મહત્યા

આ પણ વાંચો : Death Of Gunatit Charan Swami : શકના ઘેરામાં ગુણાતીત ચરણ સ્વામીનું આકસ્મિક નિધન, હરિભક્તોએ કરી આવી માગણી

ગુણાતીત સ્વામીની ચેટ-મેસેજની થશે - સોખડા હરિધામના સંત ગુણાતીત સ્વામીના આપઘાતનું રહસ્ય ઘેરાતું જાય છે. ત્યારે આત્મહત્યા કુદરતી મૃત્યુમાં ખપાવવાની ગુનાહિત પ્રવૃત્તિનો ભેદ ખુલી જતા સુખડા મંદિરમાં સન્નાટો વ્યાપી ગયો છે. તો બીજી તરફ પોલીસ ગુનાહિત પ્રવૃતિઓ પાછળ રહેલા રહસ્યોને ખોલવા માટે હવે મૃતક સ્વામીના મોબાઈલની ડિટેલ્સ ચેક કરશે. 28મી પહેલા સ્વામીએ કરેલ તમામ સંદેશો (Police Investigation in Sokhada Haridham) ચેટ તપાસશે તેવું જાણવા મળ્યું છે.

ગુણાતીત સ્વામીને ન્યાય ઝુંબેશ - પોલીસ દ્વારા ગુણાતીત સ્વામીના મોબાઇલ ફોન ઉપરાંત તેમને નિકટના અન્ય સ્વામીઓ અને હરિભક્તોના મોબાઇલ ફોનની ડીટેલ મેળવશે. બુધવારની સાંજ પછી સ્વામીએ કોની સાથે વાતચીત કરી,લોકેશન ક્યાં હતું. આત્મહત્યા (Sokhada Haridham Sant Death Vivad) કરી ત્યારે ત્યાં તે સ્થળે કોનું લોકેશન હતું. તેની વિગતો મેળવી તપાસને આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે, સંતના મૃત્યુને દબાવી દેવાના કૃત્યને લઈ હરિભક્તોમાં સોખડા મંદિર પ્રશાસન વિરુદ્ધ નારાજગી પણ વધી છે. ત્યારે કેટલાક હરિભક્તોએ ગુણાતીત સ્વામીને ન્યાય અપાવવા મેદાને આવી ગુણાતીત સ્વામીને ન્યાય મળે તે માટેની ઝુંબેશ ઉપાડી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.