વડોદરા : શહેરના કરજણ જૂના બજાર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કરજણ ધાવટ ચોકડી બ્રિજ પાસે વડોદરા તરફથી એક શંકાસ્પદ ટેમ્પામાંથી 2 ઈસમો જોવા મળ્યા હતા. ટેમ્પાની તપાસ હાથ કરતા નાના-મોટા પીતળ એલ્યુમિનિયમના વાસણો ભરેલા મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ટેમ્પો ચાલક હરિકેશ યાદવ અને વિકાસ ખન્નાને ઝડપી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, ટેમ્પા ચાલક હરિકેશ યાદવે વડોદરાની જી જી માતાના મંદિરેથી ભાડેથી લઈ કરજણ ખાતે ભંડારો હોવાથી ત્યાં જતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને શંકા જતાં તપાસ કરી હતી. જેમાં એલ્યુમિનિયમ પિત્તળના વાસણો સહિત મોબાઈલો મળી કુલ 80.950નો મુદ્દામાલ પોલીસે આરોપી પાસેથી જપ્ત કર્યો હતો.
ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, નવસારી, ગોંડલ, હાલોલ, પોરબંદર, જલંદર, પંજાબ, ગંગાનગર રાજસ્થાનમાંથી પણ આરોપીઓએ ફરાસખાનાવાળા પાસેથી ભંડારો કરવાનાં બહાને લઈ જતો હતો. જે કોઈ ગ્રાહક મળે તેને વેચી નાંખતો હતો. કરજણ પોલીસે આરોપીઓની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.