વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વડોદરાના પ્રવાસે આવ્યા (PM Modi Vadodara Visit) હતા. અહીં તેમણે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. સાથે જ તેમણે વડોદરા સાથેના જૂના સંસ્મરણોને પણ વાગોળ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને વડોદરાના પ્રખ્યાત લીલા ચેવડા (Green Chewdo of Vadodara is famous) અને ભાખરવડીને યાદ (PM Modi remembered Bhakharwadi and Leela Chewda) કર્યા હતા.
વડાપ્રધાને જૂના સંસ્મરણો વાગોળ્યા - વડોદરામાં સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, સંસ્કારી નગરી વડોદરા સાથે મારો જૂનો સંબંધ (PM Narendra Modi old relationship with Vadodara) છે. વડોદરા આવીએને લીલો ચેવડો અને ભાખરવડી કેમ (PM Modi remembered Bhakharwadi and Leela Chewda) ભૂલાય. તેમ કહી તેમણએ જૂની યાદોને તાજી કરી હતી. મહત્વનું છે કે, વડોદરાનો લીલો ચેવડો (Green Chewdo of Vadodara is famous) અને ભાખરવડી દેશવિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પ્રખ્યાત છે. શહેરમાં અને રાજ્યના કોઈ પણ ખૂણેથી આવતા લોકો અહીંથી આ બંને વસ્તુ ચોક્કસથી પોતાના ઘરે લઈ જાય છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદને ટોર્ચ આપી ભારતીય ચેસના ઈતિહાસમાં વધુ એક પાનું ઉમેર્યુ
આ રીતે બને છે લીલો ચેવડો - વડોદરાના લીલા ચેવડા વિશે જાણવા માટે ETV Bharatની ટીમ એક દુકાનદાર પાસે પહોંચી હતી. અહીં દુકાનદારે (Lila Chewda recipe) જણાવ્યું હતું કે, ચણાની દાળને 1-2 કલાક પાણીમાં પલાળી દો. ત્યારબાદ બરાબર પલાળી ગયા પછી તેને કપડાં પર પાથરીને સૂકવી દો. હવે બટેકાનું છીણ પ્રમાણમાં જાડું કરવું. આ છીણને એક પહોળા વાસણમાં લઈ. તેમાં હળદર નાખો અને પછી તેને બરોબર મિક્સ કરો. તે દરમિયાન તેને ગરમ કરવા મૂકો. હવે તેલ ગરમ થાય એટલે ચણાની દાળને તળી લો. પછી બટેકાના ખમણને તળો. બટાકાના ખમણને તળતી વખતે ધ્યાનમાં રાખવું કે, તે વધારે ક્રિસ્પી ન થાય. હવે આ ખમણને એક મોટા વાસણમાં લઈ લો. તેમાં દાળ, કિસમિસ ,ખાંડ, મીઠું, તલ ,ડ્રાય ફૂડ અને ઝીણા સમારેલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તમારો આ લીલો ચેવડો તૈયાર થઈ જશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાનને નિહાળવા MSUમાં ભણતા વિવિધ 40 દેશના 120 વિદ્યાર્થીઓ હાજર રહ્યા
દુકાનદારે ન જણાવી ભાખરવડીની રેસિપી - જ્યારે આ દુકાનદારે ભાખરવડીની રેસિપી (Bhakharwadi recipe) અંગે જણાવ્યું હતું કે, તેના માટે ગુપ્ત મસાલાનો ઉપયોગ થાય છે, જે આપને જણાવી નહીં શકીએ, પરંતુ તેની ઉપર જે પડશે. તે બેસનનું હોય છે. સાથે મસાલામાં કોપરાની છીણ નાખવામાં આવે છે. દરરોજ હજારો કિલોના લીલા ચેવડાનું વેચાણ થાય છે, જે દેશવિદેશમાંથી પણ ગ્રાહકો આવતા હોય છે.
લીલા ચેવડા અંગે ગ્રાહકોનો મત - લીલો ચેવડો ખરીદવા આવેલાં ગ્રાહક ચાંદની દવેએ જણાવ્યું હતું કે, વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આનો સ્વાદ ખૂબ જ અલગ પ્રકારનો છે.