વડોદરા: વિશ્વ યોગ દિવસનો હવે ગણતરીના દિવસો બાકી છે. જેથી યોગ દિવસની ઉજવણી કરવા માટે યુવાનો ફૂટપાથ પર યોગ કરી રહ્યા છે. શહેરના તમામ લોકોને વિશ્વ યોગ દિવસની ઉત્સુક્તા છે, ત્યારે હજૂ સુધી શહેરના બાગ-બગીચા ખોલવામાં આવ્યા નથી. જેથી વડોદરાના યુવાનો સવાર-સાંજના સમયે બાગ-બગીચા ખોલવાની માગ કરી રહ્યા છે.

વડોદરા ખાતે વહેલી સવારે લોકો કમાટી બાગમાં કસરત કરવા માટે આવતા હોય છે, ત્યારે કોરોના કહેરને પગલે લગભગ 85 દિવસથી બાગ-બગીચા બંધ હોવાથી મોર્નિંગ વોક અને કસરત કરતા લોકો બાગની આસ-પાસ રસ્તા કે ફૂટપાથ પર કસરત અને યોગાભ્યાસ કરી રહ્યા છે.
વડોદરાના લોકો યોગના વિવિધ આસનો તેમજ કસરત ફૂટપાથ પર કરીને આગામી દિવસોમાં આવનારા વિશ્વ યોગ દિવસ માટે તૈયારી કરી રહ્યા છે. આ સાથે જ લોકો બાગ-બગીચાઓ ખોલવા માટે માગ કરી રહ્યા છે.