- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વડોદરામાં બેઠકોનો દોર શરૂ
- વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વડોદરાની મુલાકાત
- વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો
વડોદરા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ વડોદરામાં રાજકીય ગરમાવો દિન પ્રતિદિન વધવા માંડ્યો છે.ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.કોંગ્રેસના દિગ્ગજ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વડોદરાની મુલાકાતે આવ્યા હતા.જ્યાં તેઓએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનને આકરા શબ્દોમાં પ્રહારો કરતા કોરોનાં વેક્સિનને લઈ ભાજપ પર સિયાસતીનો આક્ષેપ કર્યો હતો.તેમને કહ્યું કે કોરોનાં વેક્સિન વૈજ્ઞાનિકો એ બનાવી છે અને ભાજપ પોતાનું બ્રાન્ડિંગ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.અત્યારથી જ તમામ પક્ષના દિગગજો રાજ્યના વિવિધ શહેર જિલ્લામાં પહોંચી મતદારોને પોતાની તરફ આકર્ષવા અવનવા પ્રયોગ અજમાવી રહ્યા છે.ત્યારે કોંગ્રેસે પણ મેદાનમાં દિગગજોને જવાબદારી સોંપી છે.એક પછી એક કોંગ્રેસી નેતા વડોદરાની મુલાકાત લઈ બેઠક યોજી રહ્યા છે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કોંગ્રેસના જન સંપર્ક અભિયાન અંતર્ગત વડોદરા આવી પહોંચી કોંગ્રેસી કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
કોંગ્રેસ પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રજા રૂપે જાહેર કરવા કટિબદ્ધ
તેઓએ કેન્દ્રની મોદી અને રાજ્યની રૂપાણી સરકાર સામે તીખા શબ્દોના પ્રહારો કરી શુસાશનના બણગાં ફૂંકતા ભાજપ અને તેના નેતાઓથી વડોદરા વાસીઓ કંટાળી ગયા છે.25 વર્ષથી રાજ કરતી સરકાર પ્રજાને સ્થાનિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે કોંગ્રેસ પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રજા રૂપે જાહેર કરવા કટિબદ્ધ છે.જેના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો જનતાની વચ્ચે જઈ તેઓના પ્રશ્નોને વાચા આપી સમાધાન લાવી શકે તે માટે પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.