વડોદરા : વડોદરા MGVCLમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હેમંતકુમાર ગાંધીને ઉચ્ચ અધિકારીઓ ઈરાદાપૂર્વક હેરાન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરી રહ્યા છે. આજે તેઓએ વડોદરામાં GEB ઓફિસ બહાર અર્ધનગ્ન (GEB Office in Vadodara) થઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો. જે મામલે ગોત્રી પોલીસે તેમની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : આંકલાવમાં નાયબ મામલતદાર બાથરૂમમાં તો તારાપુરનો અધિકારી ઓફિસમાં કાળા કામ કરતા ઝડપાયા
ઈરાદાપૂર્વક હેરાનના આક્ષેપ - 18મી સપ્ટેમ્બર 1982ના રોજ હેમંત ગાંધી GEBમાં ફરજ પર જોડાયા હતા. 1 મી એપ્રિલ 2005ના રોજ GEBનું કંપની કરણ થયા બાદ તેમને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. 36 વર્ષની નોકરીમાં 19 વખત તેમની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે તેમણે કદાપી વિરોધ નોંધાવ્યો ન હતો. છેલ્લી વખત તેમની બદલી કરવામાં આવી. ત્યારે હેન્ડિકેપ્ડ હેઠળ 1995ના નિયમનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. કોઈ આક્ષેપ પુરવાર થયા વિના તેમને દાહોદ મુકી દેવામાં આવ્યા હતા. આ અંગે તેમણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ (Vadodara GEB Office Protests) રજૂઆત કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે SP નં.70 પ્રમાણે તેમની બદલીનો અધિકારીઓને હક્ક છે. પરંતુ આ કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહીસાગર જિલ્લા MGVCL દ્વારા આગામી ચોમાસાને લઈ હાથ ધરાઇ પ્રિ-મોન્સૂન કામગીરી
પોતે ડિપ્રેશનના દર્દી - 1 ઓગષ્ટ 2009 ના પરિપત્રોનો તેમને વાંધો લીધો છે અને તેનો આજદિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. વારંવાર તેમની બદલી કરાતી રહી છે. એટલું જ નહીં ઉચ્ચ અધિકારીઓ નહી કરવાના કામ તેમની જોડે કરાવી રહ્યા છે. પોતે VRS આપી દે તેવું અધિકારીઓ દબાણ (MGVCL Employees Went Naked Protested) કરી રહ્યા છે. પોતે ડિપ્રેશનના દર્દી છે અને તેમને કશું થશે તો આની જવાબદારી MGVCLના (MGVCL Employee Protest) અધિકારીઓની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.