- જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે
- OSD ડોક્ટર વિનોદ રાવે કોવિડ નિર્ધારિત સ્મશાનોની મુલાકાત લીધી
- વિનોદ રાવે નિસ્વાર્થ સેવા કરતાં લોકોને અભિનંદન પાઠવ્યા
- જિલ્લામાં કોરોનાથી થતાં મોતનો આંકડો વધ્યો
વડોદરાઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ સંખ્યા કેસોની વધી રહી છે તેમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે મંગળવારે OSD (Officer on Special Duty) ડોક્ટર વિનોદ રાવે કોવિડ નિર્ધારિત થયેલ ખાસવાડી, અકોટા અને ગોત્રી સ્મશાનોની મુલાકાતે ગયા હતા. તમામ સ્ટાફ અને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી અને આ મહામારીની કપરી પરિસ્થિતિમાં નિસ્વાર્થ સેવામાં વ્યસ્ત તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરામાં OSD વિનોદ રાવની નર્સિંગ કોલેજના આચાર્યો સાથે બેઠક યોજાઈ
જલારામ સેવા ટ્રસ્ટના વહીવટકર્તા નીતિનભાઈ પટેલ અને અનુરાગ પાંડેને ઉત્તમ સેવાઓ શહેરને મળી
જલારામ સેવા ટ્રસ્ટના વહીવટકર્તા નીતિનભાઈ પટેલ અને અનુરાગ પાંડેને ઉત્તમ સેવાઓ શહેરને મળી છે. તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. નિરંતર સેવા કરતાં અશોક જોષીને પણ અભિનંદન પાઠવ્યા હતા. મૃતદેહોને નિર્ધારિત પ્રોટોકોલ અને ગાઇડલાઇન મુજબ ટ્રાન્સપોર્ટેશન અને ક્રિમેશન બ્યુરિયલ માટે તમામ કામગીરીમાં છેલ્લા એક વર્ષથી નિસ્વાર્થ પણે સેવા કરતાં તેમના તમામ સભ્યો અને નોડલ ઓફિસરને દિલથી ધન્યવાદ કર્યો હતો અને વડોદરા સદાય તેમનો ઋણી રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ કોરોના વધતા સંક્રમણને લઇને તંત્ર એક્શનમાં