- ગોત્રી GMERSના 20 સિનિયર ડોક્ટર અને પ્રોફેસરો સાથે કરી મીટીંગ
- ગોત્રી અને સયાજી હોસ્પિટલના 80થી 90 ટકા બેડ ફુલ
- સૂચનાનું પાલન અને covid-19 સામે લડતમાં સહકાર આપવાની અપીલ કરી
વડોદરા: શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે. નાયબ મુખ્ય પ્રધાને વડોદરા શહેરમાં બેઠક બાદ આજે રવિવારે OSD ડોક્ટર વિનોદ રાવે ખાનગી અને સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી. જેમાં ખાનગી હોસ્પિટલ સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે રોગચાળા કાયદા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ગોત્રી અને સયાજી હોસ્પિટલના 80થી 90 ટકા બેડ ફુલ થઇ ગયા છે.
OSD ડો. વિનોદ રાવે ખાનગી હોસ્પિટલ સાથે બેઠક કરી
નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલ વડોદરામાં સર્કિટ હાઉસ ખાતે બેથી વધુ કલાક મિટિંગ કરી હતી. કોરોનાથી નાગરિકોને બચાવવા વેકેશનનો ડોઝ કેવી રીતે વધારવો સંજીવની અને ધન્વંતરિની સેવા કેવી રીતે નાગરિકો સુધી પહોંચે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આજે વડોદરા મહાનગરપાલિકા મેડિકલ બુલેટિનમાં 391 કેસ પોઝીટીવ નોંધાયા હતા. જેમાં એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાયું હતું.
રોગચાળાના કાયદા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
આજે OSD ડોક્ટર વિનોદ રાવે હોસ્પિટલની નિરીક્ષણ માટે ટીમોની રચના કરી હતી જેમાં મેડિકલ કોલેજ બરોડા, (સયાજી હોસ્પિટલમાં) અને ગોત્રી GMERSના 20 સિનિયર ડોક્ટર અને પ્રોફેસરો છે. ખાનગી હોસ્પિટલનો નિરીક્ષણ શરૂ થઈ ગયું છે. સંજીવની અભિયાન અંતર્ગત દર્દીઓને પ્રવેશ માટેની સૂચના પણ લાગુ કરી હતી અને આધારિત કોવિડ અને સારસંભાળ માટે ફેરવવું તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જો ખાનગી હોસ્પિટલ સરકારની માર્ગદર્શિકા ઉલઘન કરે છે, તો તેમની સામે રોગચાળાના કાયદા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ખાનગી હોસ્પિટલના એસોસિએશન પણ તેમના સભ્યોને સરકાર દ્વારા સૂચનાનું પાલન અને covid-19 આપણી સામે લડતમાં સહકાર આપવાની પણ અપીલ કરી હતી.
ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં કોરો ના કેસો વધતા લગભગ બેડો ભૂલ થઈ ગયા
ડોક્ટર વિનોદ રાવે ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને એમાં ગોત્રી હોસ્પિટલમાં 100 જેટલી પથારીઓ ખાલી છે અને 50 જેટલા વેન્ટીલેટર ખાલી છે. દર્દીઓની સુવિધાઓ સુધારવા માટે તકેદારીના ભાગરૂપે 11 બેડ ઓક્સિજન સુવિધા બનાવી છે. હોસ્પિટલના તમામ દર્દીઓને શ્રેષ્ઠ સેવા આપવા માટે સંપૂર્ણ રીતે પ્રેરિત છે. સયાજી હોસ્પિટલમાં OSD ડો વિનોદ રાવે સમીક્ષા કરી હતી સયાજી હોસ્પિટલમાં બેડની ક્ષમતા વધારે છે. 500 જેટલા છોડના દર્દીઓ હોવા છતાં હજુ પણ 100 જેટલા બેડ ખાલી છે. 45 વેન્ટિલેટર ખાલી છે, SSG હોસ્પિટલના તમામ નોડલ અધિકારીઓ અને વિભાગ અકારીઓને કોરોનાના દર્દી ને શ્રેષ્ઠ સેવા રાતદિવસ આપવા માટે કાર્યરત છે.
દવાઓ અને પુરવઠાની ઉપલબ્ધી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નરની મીટીંગ યોજાઈ
કોરોનાના કેસો દિવસને દિવસે વાધતા દવાઓનો અને ઇન્જેકશનનો કાળા બજારી થઈ રહી છે, ત્યારે વડોદરામાં ઓક્સિજન અને ઇન્જેક્શન, તમામ દવાઓ અને પુરવઠાની ઉપલબ્ધી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં SSG હોસ્પિટલમાં અધિકારીઓ અને તમામ સ્થાનિક ઉત્પાદકો અને ઓક્સિજનના સપ્લાયર સાથે મળીને સંયુક્ત બેઠક કરી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલ ઓક્સિજનનો સંપૂર્ણ પુરવઠો સુનિશ્ચિત કરવા અને વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર વડોદરા ની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અન્ય તમામ દવાઓ અને તબીબી પુરવઠો અને સરળતાથી ઉપલબ્ધતાની ખાતરી આપી હતી.