વડોદરા શહેરી બસ સેવામાં અગાઉ કાર્યરત વિટકોસ દ્વારા શહેરમાં (Vitcos Bus Service) બસ સેવા આપવામાં આવતી હતી, પરંતુ કોઇ અગમ્ય કારણોસર વિટકોસની બસ સેવા બંધ કરી દેવાઈ (Bus service to Vitkos was stopped) હતી. ત્યારબાદ શહેરના મુસાફરોની સગવડ માટે શરૂ કરાયેલી વિનાયક લોજિસ્ટિક સીટી બસ સેવામાં (Vinayak Logistic City Bus Service) રુપિયા 42 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ શહેર પાલિકા વિરોધ પક્ષના નેતાએ કરતા (Opposition leaders allege) ચકચાર મચી છે. ભ્રષ્ટાચાર અંગે તાત્કાલિક તપાસ કરવા અને કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ (Black list the contractor) કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
60 રૂટ પર 160 બસો બસ સેવા આગામી ઓક્ટોબર મહિનામાં પૂરી થાય છે. જેના નક્કી કરેલા પસંદગીના 60 રૂટ પર 160 બસો આપવાની હતી. શહેરમાં માત્ર 110 બસની સેવા જ ચાલુ છે. પરિણામે પ્લાનિંગ ન થવાથી બસ સેવાઓ ખોરવાઈ જાય કે પ્રભાવિત થાય છે. પીક અવર્સમાં 10 મિનિટના અંતરાલને બદલે અને નોન પીક અવરમાં 30 મિનિટના અંતરાલને બદલે, બે ટ્રિપ્સ વચ્ચેનો અંતરાલ લગભગ બમણો થઈ ગયો છે.
નાયક લોજિસ્ટિકને 72 કરોડ ચૂકવવામાં આવ્યા પરિણામે લોકોને જરૂર પ્રમાણે અને સમય મુજબ બસ ન મળે. તેથી નાગરિકો બસનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી છે. જે બસ સેવાનો કોઈ મતલબ સરતો નથી. બસ કોન્ટ્રાક્ટર રેસ્ટ (Bus Contractor Rest) પ્રમાણે કોર્પોરેશન પાસેથી કરોડો રૂપિયા કમાઈ લે છે. જે અધિકારીઓની મિલીભગતના કારણે થતો હોવાનો આક્ષેપ પાલિકા વિરોધ પક્ષના નેતાએ કર્યો છે. વિનાયક લોજિસ્ટિકને 72 કરોડ ચૂકવવામાં આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
બિન સંચાલિત બસ દીઠ પેનલ્ટી આ જ ઓપરેટર દ્વારા વિટકોસને અલગ નામે ચલાવતા હતા. ઓપરેટરે અગાઉની વિટકોસ જેવી જ સેવા પૂરી પાડી છે. જે હકીકતમાં વિટકોસ કોન્ટ્રાક્ટર વધુ સારી હતી. જેમાં કોન્ટ્રાક્ટર કોર્પોરેશનને રૂપિયા ચૂકવ્યા હતા. કોર્પોરેશન બસ સેવામાં કમાતી હતી રૂટ પર બસ ન હોય તો કરાર મુજબ દરેક બિન સંચાલિત બસ માટે રૂપિયા 5000ની કપાત પ્રતિ દિવસની પેનલ્ટી/કપાત કરવાની હોય તે મુજબ કરવાની છે. તેના બદલે બિન સંચાલિત બસ દીઠ રૂપિયા 500 મુજબ પેનલ્ટી/કપાત કરવામાં આવી છે. તેથી 69,70000ની પેનલ્ટી/કપાતને બદલે માત્ર 3 મહિનામાં પેનલ્ટી/કપાત માત્ર 69000 રૂપિયા કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ઇરાદાપૂર્વક ઇન્સ્ટોલેશન અકસ્માતો, બસમાં થયેલા નુકસાન, તેની સ્વચ્છતા વગેરે માટે કોઈ કપાત કરવામાં આવતી નથી. વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ઇરાદાપૂર્વક ઇન્સ્ટોલેશન (Deliberate installation by logistics) અને જાળવણીની મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે જૂન મહિનાના અહેવાલમાં સરેરાશ દરરોજ બસ દીઠ સરેરાશ 35 કિ.મીનો તફાવત હતો. આમ વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા લગભગ 42.4 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.
બસ રૂટ સિસ્ટમ પર અપલોડ કરતા નથી કોર્પોરેશનની પાર્કિંગની જગ્યાનો ઉપયોગ ભાડું ચૂકવ્યા વિના સ્ટેશનની સામે બસો મુકવા કરેલા છે. જેનું ભાડું ચૂકવવા પાત્ર છે. જેની ગણતરી કરવાની બાકી છે. બસની કામગીરીમાં ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે આ જાણી જોઈને બસ સેવા કોન્ટ્રાકટરે ક્યારેય એક નિશ્ચિત રૂટ મેપ આપ્યો નથી. જે ખૂબ ગંભીર બાબત કહી શકાય તથા બસ રૂટ દરરોજ સિસ્ટમ પર અપલોડ કરવામાં આવતા નથી. તેથી બસોનું સુપરવિઝન કે નિરીક્ષણ (Supervision or inspection of buses) કરી શકાતું નથી. 48થી વધુ ઈંઝખજ સિસ્ટમ કાર્યરત નથી, તે ઘણી બસો બંધ છે.