વડોદરા : વડોદરા શહેરમાં આવેલી મહાનુભાવોની 41 પ્રતિમા પૈકી હાલમાં 15 પ્રતિમાઓ દત્તક લેવાતાં હવે નિયમિત તેની સાફસફાઈ કરવામાં આવશે. પ્રતિમાની કાળજી લેવાય તે માટે વેપારી સંગઠન-સંસ્થાએ પહેલ કરી છે. વડોદરામાં વિરલ વિભૂતિ પ્રતિમા દત્તક યોજના (Viral Vibhuti Pratima Adoption Scheme in Vadodara) હેઠળ આ કામગીરી થશે.
41 પૈકી 12ના MOU થયા -વડોદરા શહેરમાં દેશ માટે જીવન સમર્પિત કરનાર વિભૂતિઓની પ્રતિમાઓની જાળવણી સમયસર કરવામાં આવે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વડેદરાના મેયર કેયૂર રોકડિયાની (Vadodara Mayor Keur Rokadia) અધ્યક્ષતામાં (Vadodara Municipal Corporation MOU) સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાળકોના ચીફ ગ્રૂપે (Children Empowerment Forum) પ્રતિમાઓની જાળવણી અને જાગૃતિના હેતુથી વેપારી સંગઠનો અને શાળા સંચાલકોનો સંપર્ક કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રતિમાઓની કાળજી લઈ સફાઈ કરાય તે હેતુથી સંસ્થાઓ દ્વારા 41 પૈકી હાલમાં 12 પ્રતિમાને દત્તક લઇ સફાઈ અંગે સહમતિ (Viral Vibhuti Pratima Adoption Scheme in Vadodara) દર્શાવી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં મહાનુભાવોની પ્રતિમાઓ બિસ્માર હાલતમાં
સંસ્થા અને વેપારી એસોસિએશન દ્વારા પહેલ -મેયર કેયૂર રોકડિયાએ (Vadodara Mayor Keur Rokadia) જણાવ્યું કે, શહેરમાં 41 જેટલી પ્રતિમા છે. સંસ્થાઓ અને વેપારી એસોસિએેશને કવિ નર્મદ, સરદાર પટેલ, સર સયાજીરાવ ગાયકવાડ, છત્રપતિ શિવાજી મહારાજ, શહીદ વીર ભગતસિંહ, લાલ બહાદુર શાસ્ત્રી, સાક્ષર આર.વી.દેસાઈ, સ્વામી વિવેકાનંદ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને દત્તક લીધી છે.
આ પણ વાંચોઃ વડોદરાના એક કલાકારે 40 વર્ષ જૂની માટીનો ઉપયોગ કરી પ્રતિમાઓ બનાવી
15 પ્રતિમા લેવાઇ દત્તક -ચિલ્ડ્રન એમ્પાવરમેન્ટ ફોરમના-ચીફ ગ્રુપના(Children Empowerment Forum) વેદાંત ઠાકરેે જણાવ્યું કે,વડોદરામાં વિરલ વિભૂતિ પ્રતિમા દત્તક યોજના હેઠળ (Viral Vibhuti Pratima Adoption Scheme in Vadodara) કામગીરી અંતર્ગત આ પ્રતિમાઓ દત્તક લેવાઈ રહી છે. હાલ સુધીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal Corporation MOU) સહયોગથી 15 જેટલી પ્રતિમાઓ દત્તક લેવાઈ છે. આવનાર સમયમાં તમામ પ્રતિમાઓની સાફ સફાઈ અને તેની જવાબદારી અમારું ગ્રુપ સેવાકીય સંસ્થાઓ સાથે વેપારી સંગઠન જોડાયેલ રહેશે. આ તમામ પ્રતિમાઓની દર અઠવાડિયે એકવાર સાફ સફાઈ સાથે જરૂરી કાળજી લેવાશે. દેશ માટે પોતાના બલિદાન આપ્યાં છે તેઓનું આપણે સન્માન જાળવવું જોઈએ તેવા સૂત્ર સાથે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.