- વડોદરાની મહિલાને સોશિયલ મીડિયા પર મિત્ર બનાવવું પડ્યું મોંઘુ
- લખનઉના યુવકે મહિલાને લગાવ્યો લાખોનો ચુનો
- હિમાંશું માથુર નામના યુવકે મહિલાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી કરી હતી મિત્રતા
- પોતાને કોરોના થયો હોવાનું તરકટ રચી મહિલા પાસેથી પૈસા ખંખેર્યા
વડોદરાઃ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો આજકાલ લોભ-લાલચમાં આવ્યાના કિસ્સા વધતા જાય છે. ઓનલાઈન ડેટિંગ એપના માધ્યમથી વડોદરામાં એક છેતરપિંડીનો ઘટના પોલીસના પ્રકાશમાં આવી છે. વડોદરામાં આવેલ ગોત્રીમાં પોસ વિસ્તારમાં રહેતી રેણુ (નામ બદલવામાં આવ્યું છે). રેણુના પતિ રાજ્યની બહાર કામ કરતા હતા, જેથી તેના બે બાળકો સાથેના માતાના ઘરે રહેતી હતી. સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી ગોરખપુરમાં રહેતા હિમાંશુ માથુર અને રિક્વેસ્ટ મોકલી હતી, ત્યારબાદ ધનિષ્ઠ મિત્ર બન્યા હતા. 13-3-20ના રોજ હિમાંશુ માથુરે રેણુ પાસે 4000 રૂપિયા મદદ માંગ્યા હતા, તે બાદ એક મહિનામાં થાગબાજ હિમાંશુ ગૂગલ પે ના માધ્યમ ટ્રાન્સફર કર્યા હતા.
મહિલા પાસેથી 11.35 લાખ રૂપિયાની રકમ પડાવી
તે પછી ભારત દેશમાં કોરોના મહામારીના કારણે લોકડોવન થતા હિમાંશુ દ્વારા તેનો ફાયદો રેણુ પાસે વધુ પૈસા કઢાવવા માટે 'તેને કોરોના થયો છે અને એ વિષય ઘરમાં નહીં કહેવું ઈલાજ માટે જરૂર છે, તેમ કહી 17-3-20થી 11-7-20 સુધી નાણા પડાવ્યા હતા. આ દરમિયાન રૂ 11,35,000 અલગ-અલગ દિવસે મોકલ્યા હતા. ત્યારબાદ જ્યારે એ પૈસા પરત કરવાની માંગ કરી તો ઠગબાજ હિમાંશુ વાયદો કરતો હતો અને પૈસા ન આપી છેતરપિંડી કરી હતી.
ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ
મહિલાએ હિમાંશુ માથુર સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશન કરી હતી. પોલીસ ફરિયાદના આધારે હિમાંશું યુ.પીના લખનઉમા રહેતો હોવાનું બહાર આવ્યું છે.