- 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીન
- VMCના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવને પહોંચી ઈજાઓ
- બન્ને પક્ષોની રેલી સામસામે આવતા થયો હતો હોબાળો, જે મારામારીમાં પરિણમ્યો
વડોદરા: VMCની ચૂંટણીના પ્રચાર માટેનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. જેના પગલે ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં રેલીઓ યોજવામાં આવી હતી. વોર્ડ નંબર 16માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તા જય ઠાકોર અને કોર્પોરેશનનાં વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવને ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત કોંગ્રેસની ગાડીઓ પર હુમલો કરી કાચ પણ તોડી નંખાયા હતા.
રેલી સામસામે આવતા કાર્યકરો વચ્ચે થઈ હતી બોલાચાલી
વડોદરા સોમા તળાવ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે ભાજપ અને કોંગ્રેસની રેલી પસાર થઈ રહી હતી. જ્યારે બે જૂથ વચ્ચે બોલાચાલી થતા મામલો છેલ્લે હાથપાઈ પર પહોંચ્યો હતો. પોલીસ બંદોબસ્તના અભાવે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભવ્ય રેલીમાં જોડાયા હતા, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોરચાર શરૂ કર્યા હતા. ત્યારબાદ માહોલ ગરમાતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લાકડી વડે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો અને ગાડીઓમાં લાગેલા પોસ્ટરો પણ ફાડી નાંખ્યા હતા.