ETV Bharat / city

સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર, બે મહિનાનો પગાર ચૂકવવાની માગ - વડોદરા કોરોના

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે સ્વાસ્થય કર્મીઓએ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના સ્વાસ્થયકર્મીઓને વળતર રૂપે પગાર ન મળ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલી ભગત વચ્ચે સ્વાસ્થ્ય કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા છે.

સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર,

author img

By

Published : Jan 1, 2021, 5:55 PM IST

  • સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ હડતાલ પર
  • નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને આપ્યુ આવેદનપત્ર
  • 2 મહિનાનો બાકી પગાર ચૂકવવા માંગ

વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓની પગારની માગણીને હજુ કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષવામાં આવી નથી. ત્યારે તે પહેલાં જ કોન્ટ્રાક્ટના નર્સિંગ સ્ટાફએ હવે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લીધા છે. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હંગામી નર્સિંગ સ્ટાફે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ મેડિકલ તેમજ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આવેદનપત્ર આપ્યુ છે. બે મહિનાથી બાકી પગાર વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી છે.

સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર,
સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર,

નર્સિંગ સ્ટાફ યુનિયન દ્વારા લોકોને હડતાલમાં જોડાવા વિનંતી

નર્સિંગ સ્ટાફમાં કામ કરતા વિપુલનું કહેવું છે કે, કોરોના જેવા કપરા સમયમાં અમે કોઈ પ્રકારની હડતાળ કર્યા વગર માત્ર 13 હજાર પગારમાં કામ કર્યું હતું. શુક્રવારે અમારા સમગ્ર નર્સિંગ સ્ટાફ યુનિયન દ્વારા લોકોને હડતાલમાં જોડાવા વિનંતી કરી છે.

માંગણી સ્વીકારવામાં નહિ આવે તો લડત આગળ ચલાવાશે

હંગામી નર્સિંગ સ્ટાફના અગ્રણી પલ્લવી સાવંતે જણાવ્યું હતું કે, છેલ્લા બે માસથી પગાર બાકી છે અને તેને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવે તો કોન્ટ્રાક્ટર એકાઉન્ટ ઓપનિંગની જટિલ પ્રક્રિયાના કારણે પગાર નથી થઈ રહ્યો હોવાનું બહાનું કરે છે. ત્યારે પહેલા પગાર થાય તે માટે રજૂઆત કરી છે. જો માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી દિવસમાં લડતને વધુ આગળ ચલાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.