વડોદરાઃ વડોદરા શહેરમાં આવેલી MS યુનિવર્સિટીમાં આગામી પરીક્ષાઓને લઈને કોઇ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવેલી નથી. જેને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. ત્યારે NSUI ના પ્રમુખ વ્રજ પટેલ એફજીએસ કૃપલ પટેલ સહીત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું.
પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહેલા NSUIના અગ્રણીઓએ પરીક્ષાની તારીખ નક્કી કરી વિદ્યાર્થીઓને ઇ-મેલ આઇડી પાસવર્ડ આપવાની માગ કરી આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ તેઓ તારીખો જાહેર કરવાની ઉગ્ર રજૂઆત સાથે હેડ ઓફિસ બહાર ધરણાં પર ઉતરી ગયા હતા.