- દેશભરમાં આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી
- નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન
- વડોદરામાં 75 થી વધુ યુવા વિદ્યાર્થીઓએ દોડ લગાવી
વડોદરાઃ દિલ્હી સ્થિત ભારત સરકારના યુવા અને રમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આઝાદી પર્વ અંતર્ગત દેશભરના અનેક જિલ્લાઓમાં જિલ્લા મથકો અને દેશભરના 75 ગામોમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં અવાયું છે.ત્યારે વડોદરામાં પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રીડમ રનનુ નાઓજન કરવામાં આવ્યું હતું.નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અધિકારી અને શહેર ભાજપ પ્રમુખે ફ્રીડમ રનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી હતી. આ ફ્રીડમ રનમાં 75 જેટલા કોલેજ વિદ્યાર્થી જોડાયા હતાં.ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવવા માટે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડો. વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતાં. નહેરુ યુવા કેન્દ્રના યુવા જિલ્લા અધિકારી પંકજ મારેચા સહિત ડો.વિજય શાહ દ્વારા ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવ્યું હતું. ફ્રીડમ રન કમાટીબાગથી ફતેગંજ,રોઝરી સ્કૂલ, નટરાજ ટોકીઝ રેલવે સ્ટેશન, કાલાઘોડા થઈને કમાટીબાગ ખાતે પૂર્ણ થઈ હતી.
નગરજનોને ફિટ ઈન્ડિયા અંતર્ગત ફિટ રહેવાનો સંદેશો પાઠવ્યો
નહેરુ યુવા કેન્દ્ર વડોદરા જિલ્લાના યુવા અધિકારી પંકજ મારેચાએ જણાવ્યું હતું કે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સંગઠન નવી દિલ્હીના નિર્દેશ અનુસાર શનિવાર તારીખ 14મી ઓગસ્ટના રોજ વડોદરામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન વડોદરા શહેર સહિત જિલ્લાના 75 સ્થળોએ પણ યોજવામાં આવી છે.જેમાં દરેક ગામડાંઓમાંથી 75થી વધુ યુવા ભાગ લેશે. આ ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનના માધ્યમથી અમે દેશવાસીઓને ફીટ રહેવાનો સંદેશ પાઠવ્યો છે.
આ પણ વાંચોઃ 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે, ભુલી નહી શકાય દેશના વિભાજનનું દુખ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આ પણ વાંચોઃ વડોદરાને પાણી પૂરું પાડનાર આજવા સરોવર તળિયા ઝાટક થવાની અણી પર