વડોદરા નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શહેરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સલામતી અને સહાયતા માટે શી-ટીમની રચના કરવામાં આવી છે. તેમજ હાલમાં ચાલી રહેલી નવરાત્રિમાં યુવતીઓ/મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી-ટીમ કાર્યરત છે.(Vadodara Navratri 2022)
શી ટીમે પહેલેથી કમર કસી ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ એકત્રીત થતી હોય છે અને આ જ સમયે ઘણા અસામાજીક તત્વો પણ સક્રિય થતા હોય છે. જે મહિલાઓની છેડતીના ઘણા બનાવો સામે આવતા હોય છે. પરંતુ આ નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શી-ટીમે પહેલેથી કમર કસી લીધી છે. યુવતીઓ સલામત રીતે ગરબાનો આનંદ માણી શકે તેમજ તેઓની સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. (Vadodara Police Navratri)
મનમૂકીને ગરબા રમે યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. નવરાત્રી ખૂબ પ્રખ્યાત તહેવાર છે. જેમાં છોકરી છોકરા બધા જ ભેગા થઈને રમતા હોય છે. એમ તો વડોદરા સુરક્ષિત છે પરંતુ 2 ટકા એવું બની શકે કે છોકરીઓ સાથે છેડતી થાય. તો આવામાં શહેરની શી ટીમ જે લોકોની સાથે રહીને ગરબા રમી રહ્યા છે. જેનાથી હવે વધુ સુરક્ષિત લાગી રહ્યું છે. જેથી હવે કોઈ પણ ચિંતા વગર મનમૂકીને ગરબા રમી શકાશે. (Vadodara Police Shi Team Security)
શી ટીમની ખાસ એપ્લિકેશન વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા (Vadodara Shi Team App) આ વર્ષે પ્રથમ વખત નવી પહેલ કરવામાં આવી છે. આ ટીમ શહેરના તમામ મોટા ગ્રાઉન્ડ પર ખાનગી કપડામાં જ રહેશે હવે ટપોરીઓ ચેતી જજો. તમારી આસપાસ રમતી છોકરીઓમાંથી હવે કોઈ શી-ટીમની પણ મહિલા હોઈ શકે છે. મહિલાઓ પણ જો કોઈ એવી ઘટના ઘટે તો શી ટીમનો સંપર્ક કરજો અને શી ટીમની ખાસ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. બે રીતે પ્લાન કરવામાં આવ્યું છે, એક ટીમ ડિકોય કરશે અને એ જ સમયે બીજી ટીમ પેટ્રોલિંગ કરશે. જેથી શહેરીજનોને મોડે સુધી શી ટીમની ગાડીઓ પણ જોવા મળશે અને દીકરીઓ નવરાત્રીનો આનંદ માની શકશે.