ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાન લઇને હૉસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા હેલ્થકાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તો આ અંગે મળતી માહિતી મુજબ એમ.એસ.યુનિવર્સિટી હૉસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના હૉસ્ટેલ કૅમ્પસમાં વિદ્યાર્થીઓને હેલ્થકાર્ડ આપવાનું સત્તાધીશો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે હૉસ્ટેલમાં રહે છે, તેવા વિદ્યાર્થીઓને વીના મુલ્યે સારવાર મળી રહે તે માટે યુનિવર્સિટીમાં હેલ્થ સેન્ટર ચાલે છે. પણ હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હેલ્થકાર્ડ આપવામાં આવશે.
આ હેલ્થકાર્ડને કારણે હૉસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીનુ વર્ષમાં 2 વખત ચૅકઅપ કરવામાં આવશે. સાથે જ દરેક વિદ્યાર્થીઓને હેલ્થ રેકોર્ડ પણ રાખવામાં આવશે.
જો કે આ દરમિયાન જરૂર પડે તો વિદ્યાર્થીના માતા-પિતાને બોલાવીને તેમનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવશે. હૉસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને આ સુવિધા આપવામાં આવશે અને હૉસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જયારે હૉસ્ટેલ છોડશે ત્યારે તેની પાસેથી હેલ્થકાર્ડ પરત લઈ લેવામાં આવશે.